ગરવી તાકાત
બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેર વચ્ચે  વરસાદી માહોલ સર્જાયો છે. જેમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી હતી. ત્યારે પાલનપુર  તાલુકાના  ઓખાપુરા ગામના ખેડૂત પરિવાર નું વરસાદી માહોલમાં મકાન ધરાશાઈ થતા મોટી જાન હાની ટળી હતી.
સૂત્રોના જણાવ્યાં અનુસાર પાલનપુર તાલુકાના ઓખાપૂરા ગામના ખેડૂત પરિવારનું વરસાદી માહોલમાં કાચું મકાન ધરાશાઈ થતા મોટી જાનહાની ટળી હતી. જેમાં એક બાજુ ઉનાળાના કપરા સમયમાં પાણી વિકટ સ્થિતિમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો.

 આ પણ વાંચો – પાટણ નાગરીક બેંકે આત્મનિર્ભર યોજના અંતર્ગત 150 લોકોને 2 કરોડની લોનનુ ધીરાણ કર્યુ

જ્યારે બીજી બાજુ કોરોના વાઇરસના કહેરમાં લોક ડાઉન થવાથી તમામ લોકોને ધંધા રોજગાર બંધ રહેતા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જ્યારે વરસાદી માહોલમાં ખેડૂત  પરિવારનું ઘર ધરાશાઈ થતા  રોતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જેથી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા  સહાય કરવામાં તેવી અપીલ કરવામાં આવી છે.
Contribute Your Support by Sharing this News: