વડગામની કેસરબા જાડેજા વિદ્યા સંકુલના ધો.૧૦-૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

ગમ્યું તો આગળ શેર કરો.

વડગામ માં આવેલી કેસરબા જાડેજા વિદ્યા સંકુલ ના  ન્યુ મેનેજમેન્ટ ટિમ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં સંસ્થા ના પ્રમુખ ડૉ જે.એમ.જાડેજા, મહેમાનો કાળુભાઇ પ્રજાપતિ, વડગામ પૂર્વ સરપંચ કેશરસિંહ, ભાંગરોડીયા સરપંચ તેજાજી રાજપૂત, ગુલાબસિંહ વાઘેલા, ભગવાનભાઈ ચૌધરી, દિલીપભાઈ ચૌધરી એદ્રાણા,  સંજયભાઈ બ્રહ્મભટ્ટ નાથુસિંહ રાજપૂત, પરમાર રેવાભાઈ,  વકીલશ્રી ભૂપતસિંહ, સામંતસિંહ સોલંકી, ચંદનસિંહ ચૌહાણ , વરાળિયા લતીફભાઈ , શાંતિલાલ રાઠોડ, દાસરથસિંહ બનાસ બેન્ક, પ્રતાપસિંહ બોડાણા , શંકરભાઇ પંચાલ વગેરે મહેમાનઓ, વિદ્યાર્થી ઓનાં વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ને વિદ્યાર્થીઓ ને બોર્ડ ની પરીક્ષા ની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ન્યુ મેનજમેન્ટ ટિમ ના કેમ્પસ ડાયરેકટર અમરસિંહ ચૌહાણ, વનરાજસિંહ વાઘેલા, પ્રદીપસિંહ ચૌહાણ તેમજ કેસરબા જાડેજા વિદ્યા સંકુલ ના સ્ટાફ પરિવાર દ્વારા કરવા માં આવ્યું હતું. અને વિદ્યાર્થીઓ ને તિલક કરી મો મીઠું કરાવી શુભેચ્છા સંદેશ ફોટો ફ્રેમ આપી ને શુભેચ્છાઓ પાઠવી અંતે અલ્પાહાર લઈ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

તસ્વીર અહેવાલ જયંતી મેતીયા પાલનપુર 

ગમ્યું તો આગળ શેર કરો.