ગરવી તાકાત
મંગળવારે RBI એ સપ્ટેમ્બર સુધી આર્થીક સંકુચીતતાની ચેતવણી આપી હતી. સેન્ટ્રલ બેન્કે તેના વાર્ષીક દસ્તાવેજમાં જણાવ્યુ છે કે, ભારતીય અર્થવ્યવસ્થાની નાણાકીય અસ્થીરતા, કોરોના વાઈરસ,આગાહી મુજબ સામાન્ય વરસાદ ના કારણે આર્થીક વ્રૃધ્ધીમાં નેગેટીવ પરીણામ આવશે.
તેના સંદર્ભમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતીય અર્થતંત્રને લઈ ફરી એકવાર મોદી સરકારને સાંડસામાં લીધી છે. કોંગ્રેસ નેતાનું કહેવુ છે કે જે જોખમ વિશે કેટલાય મહિનાઓથી અમે ચેતવણી આપી રહ્યા હતા, તેને હવે ભારતીય રિઝર્વ બેન્કે પણ માની લીધુ છે.

આ પણ વાંચો – PNB બેન્ક ફ્રોડમાં નીરવ મોદીની પત્ની અમી મોદી વિરૂધ્ધ પણ ઈન્ટરપોલની રેડ કોર્નર નોટીસ

રાહુલે બુધવારે ટ્વીટ કરીને કહ્યુ,મીડિયા દ્વારા ધ્યાન  ભટકાવવાથી  ના તો ગરીબોને મદદ મળશે અને ના આર્થિંક મુશ્કેલી ગાયબ થશે, આરબીઆઈએ હવે પુષ્ટિ કરી દીધી છે કે જેની હું મહિનાઓથી ચેતવણી આપી રહ્યો છુ. સરકારે હવે વધારે સમય અર્થવ્યવસ્થા ઉપર ખર્ચ કરવાની જરૂર છે. ઉધાર આપવાની જરૂર નથી. ગરીબોને પૈસા આપો, ઉદ્યોગપતિઓના ટેક્સ માફ ના કરો. વપરાશ દ્વારા અર્થવ્યવસ્થાને બીજીવાર શરૂ કરો.

RBI અને સેન્ટ્રલ બેન્કના રીપોર્ટ મુજબ અર્થવ્યવસ્થાને પાટા પર પાછી ફરવામાં ઘણો સમય લાગશે. રિપોર્ટમાં જણાવાયુ છે કે સરકારે કોર્પોરેટ ટેક્સમાં જે કપાત કરી છે તેનાથી રોકાણને પ્રોત્સાહન મળ્યુ નથી પરંતુ કંપનીઓએ આનો ઉપયોગ દેવુ ઘટાડવા અને કેસ બેલેન્સ કરવામાં કર્યો છે.

Contribute Your Support by Sharing this News: