ફોર્મ માટે પ્રજાજનો પાસે ઝેરોક્ષ વાળા ૫ રૂપિયા પડાવે છે 

ગરવીતાકાત,અરવલ્લી: પારદર્શક અને સુવિધાયુક્ત વહીવટની વાતો માત્ર સરકારની જાહેરસભાઓમાં કે મોટી મોટી જાહેરાતોમાં જ જોવા મળે છે જનતાની સુવિધા અર્થે તાલુકાઓમાં શરુ કરવામાં આવેલ જનસેવા કેન્દ્રો જ સુવિધા વિહોણા બની રહેતા જનતા ત્રસ્ત બની છે

મોડાસા મામલતદાર કચેરીમાં આવેલ જનસેવા કેન્દ્રમાં વિવિધ દાખલ મેળવવા આવતા અરજદારોને દાખલો મેળવવા ફોર્મ ભરવું પડે છે જે જનસેવા કેન્દ્રમાં વિનામૂલ્યે આપવામાં આવે છે પરંતુ છેલ્લા ૬ મહિનાથી જનસેવા કેન્દ્રમાં ફોર્મ ઉપલબદ્ધ ન હોવાથી અરજદારોને ઝેરોક્ષની દુકાનોમાં ધકેલી દેવામાં આવતા ઝેરોક્ષ માલિકો અરજદારો અને ભોળી પ્રજા પાસેથી ફોર્મ દીઠ ૫ થી ૧૦ રૂપિયા ખંખેરી રહ્યા છે

અરવલ્લી જીલ્લા સેવાસદનમાં આવેલ મોડાસા મામલતદાર કચેરીમાં લોકો રોજ વિવિધ જાતના દાખલા મેળવવા માટે દૂર દૂર થી આવતા ગરીબ અરજદારો ને દાખલા મેળવવા ભરવું પડતા ફોર્મ માટે સેવાસદન કચેરી સામે આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્ષ માં આવેલી ઝેરોક્ષની દુકાનોમાં જવું પડતું હોવાથી ૧ કિલોમીટરનો ધરમ ધક્કો ખાવાની સાથે શામળાજી-ગોધરા માર્ગ સતત વાહનોથી ધમધમતો હોવાથી જીવન જોખમે જનસેવા કેન્દ્ર માંથી વિના મૂલ્ય મળતું ફોર્મ ૫ થી ૧૦ રૂપિયા આપી ખરીદવું પડતું હોવાથી જનસેવા કેન્દ્ર અરજદારો માટે ખર્ચાળ કેન્દ્ર બની રહેતા અરજદારોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે દાખલા માટેનું ફોર્મ મેળવવા ધરમધક્કા ખાતા અરજદારોએ જનસેવાકેન્દ્રમાં આઉટસોર્સીંગ એજન્સી હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓની ઝેરોક્ષની દુકાનોના માલિકો સાથે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કર્યો હતો

મોડાસા મામલતદાર હિતેશ ચૌધરીના જણાવ્યા અનુસાર મોડાસા જનસેવા કેન્દ્રમાં વિવિધ દાખલા મેળવવા આવતા અરજદારોને વિનામૂલ્યે જનસેવા કેન્દ્ર માંથી આપવામાં આવતા ફોર્મ ઉપલબદ્ધ ન હોવા અંગે પુછાતા ઇન્ચાર્જ મામલતદાર હિતેશ ચૌધરીએ  ફોર્મ ખલાસ અંગે અજાણ હોવાનું જણાવી અરજદારોને વિનામૂલ્યે દાખલા મેળવવા ફોર્મ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવાનું જણાવ્યું હતું

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

બીજા સાથે સમાચાર શેર કરો.