હાલ બોલીવુડ એક્ટર્સ સલમાન ખાન અને કેટરીના કેફ પોતાની આગામી ફિલ્મ ‘Bharat’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. હંમેશાથી સલમાવ ખાનના લ્ગનને લઇને પ્રશ્ન કરવામાં આવે છે. પરંતુ સલમાન ક્યારેય પણ જવાબ આપતો નથી. એ હંમેશા આ પ્રશ્ન હસી મજાકમાં ટાળી દે છે.

સલમાન હવે જ્યારે ઇચ્છે ત્યારે લગ્ન કરે, પરંતુ ફિલ્મ ‘ભારત’માં એના લગ્ન થવાના છે. એ પણ કોઇ બીજા સાથે નહીં પરંતુ કેટરીના કેફ સાથે. આ ખુલાસો ફિલ્મના ડાયરેક્ટર અલી અબ્બાસે પોતાના ટ્વિટર અકાઉન્ટ દ્વારા કર્યો છે. અલીએ ટ્વિટર પર એક વીડિયો ક્લિપ શેર કરી છે. આ ક્લિપમાં કેટરીના કેફ દબંગ ખાનને લગ્ન માટે પ્રપોઝ કરતી નજરે આવી રહી છે. બસ સલમાન ભાઇના પ્રશંસકોને બીજું શું જોઇએ. વીડિયો ઇન્ટરનેટ પર એટલી હદે વાયરલ થઇ રહ્યો છે કે સલમાનના લગ્ન ફરીથી એક વખત ચર્ચામાં આવી ગયા છે. ઇન્ટરનેટ પર વાયરલ વીડિયોમાં કેટરીના કહે છે, ‘લગ્નની ઉંમર થઇ ગઇ છે મારી, તુ સારો પણ લાગે છે, બોલ ક્યારે લગ્ન કરવા છે? બસ કેટરીનાની આ વાતસાંભળી સલમાન ખાંસી ખાવા લાગે છે.’ આ ફિલ્મનો ડાયલૉગ પ્રોમો છે જે દરેક તરફ છવાયેલો છે.

Embedded videoજણાવીએ કે સલમાન ખાન અને કેટરીના કેફની ફિલ્મ ભારત 5 જૂને રિલીઝ થવા જઇ રહી છે. આ ફિલ્મમાં એક વખત સલમાન અને કેટરીનાની હિટ કેમેસ્ટ્રી જોવા મળી. આ પહેલા બંને ‘એક થા ટાઇગર’ અને ‘ટાઇગર ઝિંદા હે’ ડેવી સુપરહિટ ફિલ્મો સાથે કરી ચુક્યા છે. ભારત બાદ સલમાનનો પ્રોજેક્ટ દબંગ 3 છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ચૂક્યું છે.
બીજા સાથે સમાચાર શેર કરો.