થરાદ : પોલીસસુત્રોએ જણાવ્યું હતું કે સુઇગામ તાલુકાના નેસડા (ગોલપ) ગામના પ્રવિણભાઇ પથુભાઇ રાઠોડ (દલિત) ય્ત્ન૦૮છ્‌ ૧૨૩૯ નંબરની રિક્ષામાં પેસેન્જર ભરીને ગુરુવારની બપોરના સુમારે વાવ તરફ જઇ રહ્યા હતા. દરમ્યાન બપોરના સુમારે થરાદ વાવ રોડ પર ઢીમા ત્રણ રસ્તા નજીક રાજપુત સમાજની કન્યા છાત્રાલય જોડે આવતાં ય્ત્ન૨૩છદ્ગ ૧૩૧૩ નંબરની ફોર્સ જીપ સાથે ધડાકાભેર અક્સમાત સર્જાયો હતો.

આથી ગંભીર રીતે ઇજા પામેલા પ્રવિણભાઇને વધુ સારવાર અર્થે આગળ લઇ જવાતાં ગોઢા ફાટક નજીક કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે છગનભાઇ ઇશ્વરભાઇ રાઠોડ રહે.ગોલપનેસડાને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા થતાં સરકારી હોસ્પીટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા.

બનાવમાં જીપચાલકને પણ ઇજાઓ થવા પામી હતી.પોલીસે મૃતકના ભાઇ દાંનાભાઇ પથુભાઇ દલિતની ફરિયાદના આાધારે નાસી છુટેલા ચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.બનાવને પગલે લોકોનાં ટોળાં એકઠાં થઇ જવા પામ્યાં હતાં. આ ઘટનાથી અરેરાટી પ્રસરી જવા પામી હતી.

Contribute Your Support by Sharing this News: