સુઇગામના મોરવાડા ગામમાં પાણી પુરવઠાની પાઇપલાઇન અગમ્ય કારણોસર લીકેજ થતા 10 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડતા જોવા મળયા હતા. જોકે જીલ્લામાં હાલ પાણીની ભારે અછતમાં પાણીનો આટલી મોટીમાત્રામાં બગાડ થવાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહયો છે.
સુઇગામ તાલુકાના મોરવાડા ગામે ગુરૂવારે સવારે અચાનક પાણી પુરવઠાની પાઇપપાઇનમાં કોઇ ખામી સર્જાતા પાણીના 10 ફૂટ ઊંચા પાણીના ફુવારા વછૂટ્યા હતા. જેને લઇ ગ્રામજનોએ તંત્રને રજૂઆત કરી હતી. મહત્વનું છે કે, ગત વર્ષે ચોમાસું નિષ્ફળ જતા અને આ વર્ષે હજી સુધી વરસાદના કંઇ વાવડ નથી ત્યારે પાણીના આવા બગાડને લઇ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, એક બાજુ છેવાડાના ગામોમાં પૂરતું પાણી નથી મળતું ત્યાં આમ પાણીનો વેડફાટ કેટલો યોગ્ય?, પાણી પુરવઠાની પાઇપલાઇન વરસાદી પાણીના ધોવાણથી 100 મીટર જેટલી ખુલ્લી પડી છે, છતા તંત્ર ઘ્વારા યોગ્ય પગલા ભરવામાં નથી આવતા.