ગરવીતાકાત,કાંકરેજ: પ્રાપ્ત અહેવાલ અનુસાર કાંકરેજ તાલુકાના જમણા પાદર ગામના ઠાકોર ચંદનજી દયાલજી પોતે ખેતીનો ધંધો કરે છે અને બાળકો ભણાવે સે ત્યારે સવારે વહેલા આઠ વાગ્યે ચા પીવા માટે ઘરમાં બધા લોકો બેઠા હતા ત્યારે વિક્રમજી ઠાકોર ઉંમર 11 વર્ષ જે પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો હતો તે પોતાના દફતર લેવા માટે ઘરમાં પડેલા એરંડા ની બોરીઓ પાસે ગયો હતો ત્યારે અચાનક બૂમ પાડી દીધી હતી કે પાપા મને સાપ કરડ્યો ત્યારે વિક્રમ ના પગના અંગુઠો જોતાં લોહી નીકળતું દેખાયું હતું એટલે તરતજ તેને દવાખાને લઈ જવામાટે રવાના થયા હતા ત્યારે વાયડ ગામની સીમમાં આવતાં જ વિક્રમજી નું મોત થયું હતું અને પછી શિહોરી સરકારી હોસ્પિટલમાં પીએમ કરવા માટે લાવ્યો હતો ત્યારે શિહોરી પોલીસે એડી દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી આમ એક અગિયાર વર્ષના બાળક નું સર્પ દંશ થી મોત થતાં જમણા પાદર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

તસ્વીર અહેવાલ વાઘેલા અરુણસિંહ કાંકરેજ 

બીજા સાથે સમાચાર શેર કરો.