ગરવીતાકાત,અરવલ્લી: બાયડ પ્રાંત કચેરીમાં આવતી ધનસુરા માલપુર મામલતદાર કચેરી ઇ-ધરામાં બાયડ પ્રાંત ઓફિસર સાહેબ શ્રી નવનાથ એ ઓચિંતી  મુલાકાત કરી હતી આ મુલાકાતનો મુખ્ય હેતુ કચેરીમાં આવતા અરજદારો ને કામકાજ કઢાવવામાં ઘણી મુશ્કેલી ઓ પડતી હોઈ છે પણ મામલતદાર કચેરી કે ઇ ધરા માં કોઈ પણ તકલીફ ના પડે તે હેતુ થી આ ઓચિંતી મુલાકાત કરવામાં આવી હતી અને તે અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી માલપુર તેમજ ધનસુરા મામલતદાર કચેરી ખાતે ઇ ધરા અને જનસેવા કેન્દ્રની આકસ્મિક મુલાકાત લઈને રેકોર્ડ તપાસ કરી પૂરતી સુવિધા અને લોકોની માંગણી બાબતે મામલતદારને સૂચનાઓ આપી હતી સાથે સાથે લોકોને જો કોઈ સમસ્યા હોય તો તેનો બે દિવસમાં નિકાલ થાય છે કે કેમ તે અંગે પણ માહિતી મેળવી હતી અરવલ્લી જિલ્લાના માલપુર મામલતદાર કચેરીમાં રૂટીન ચેકિંગ હાથ ધર્યું હતું પ્રાંત અધિકારી સાહેબ શ્રી એ અચાનક જ મામલતદાર કચેરીમાં જઇ તપાસ હાથ ધરતાં પ્રથમ તો અધિકારીઓ ફફડી ઉઠયા હતા પરંતુ આ રૂટીન ચેકિંગ હોવાનું માલુમ પડતાં અધિકારીઓનો જીવ હેઠો બેઠો હતો પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે હું પહેલા એક સામાન્ય નાગરિક કજ હતો અને તે સમયે મારે અનેક કામો માટે કેટલાય ધક્કા ખાવા સાથે મામલતદાર કચેરીમાંથી કોઈ કામ કઢાવવા માટે સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો જો સમસ્યા નડતી હોય તો તેના નિરાકરણ માટે જે પગલાં ભરવાના થતા હોય તે દિશામાં કામ કરી સમસ્યાઓને હળવી કરવાનો પ્રથમ પ્રયાસ છે

Contribute Your Support by Sharing this News: