પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

અંબાજી એક શક્તિ ભક્તિ અને આસ્થા નું એક પવિત્ર યાત્રાધામ છે આ યાત્રાધામ અરવલ્લી ની ગીરી માળાઓમા આવેલું છે અને અંબાજીમા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં અંબા ભવાનીના દર્શન કરવા અંબાજી આવતા હોય છે ત્યારે અંબાજી મંદિર સુધી પહોંચવા કોઈ માય ભક્તો ને તકલીફ ના પડે તે માટે બનાસકાંઠા કલેકટર સાહેબ શ્રી દ્વારા અંબાજી ડી કે સર્કલ સુધી નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે અંબાજીમા ટ્રાફિક પોલીસ મા   ફરજ બજાવતા પોલીસ કર્મીઓ એ જાહેર નામાની એસી કી તેસી કરીને નો પાર્કિંગ ઝોન જાહેર નામાનાં બોડ શોભાના ગાંઠિયા સમાન રાખી કલેકટર સાહેબ શ્રી ના જાહેર નામાની મજાક બનાવી રાખી છે અને અંબાજી બસ સ્ટેન્ડ આગળ ગેર કાયદેસર સર વાહનો મા પેસેન્જરો બેસારી કાયદા નો દુર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે અંબાજીમાં ટ્રાફિક પોલીસ મા ફરજ બજાવતા પોલીસ કર્મીને પોતાને કાયદાનું ધ્યાન હોવા છતાં કાયદાનું પાલન નથી કરવામા આવતુ ત્યારે બનાસકાંઠા જિલ્લાના બાહોશ અધિકારી અંબાજી ટ્રાફિક પોલીસ મા ફરજ બજાવતા પોલીસ કર્મીઓને કાયદાનું પાલન કરતા શિખવાડે તેવી ચર્ચાઓ અંબાજીમા થવા લાગી રહી છે

બીજા સાથે સમાચાર શેર કરો.