ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જિલ્લા ના માલપુર પોલીસ સ્ટેશન નો નાસતો ફરતો આરોપી પકડવામાં મળી મોટી સફળતા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મયુર પાટીલ સાહેબ મોડાસા જી. અરવલ્લી ના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લા પેરોલ સ્કોડ ના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એસ.સિસોદિયા સાહેબ એ અરવલ્લી જિલ્લા ના નાસતા ફરતા આરોપીને પકડવા અંગે સૂચના અને માર્ગદર્શન જે અનુસંધાને અ.હે.કો. પ્રવિણસિંહ રણજીતસિંહ બ.નં. ૩૦૭ ને બાતમી હકીકત મળેલ કે માલપુર પોલીસ સ્ટેશન ફસ્ટ ૦૦૦૧/૨૦૧૭  ઈ.પી.કો. કલમ નં. ૩૬૩/૩૬૬ તથા પોકસો એકટ – ક. ૪.૬.૧૨ મુજબ ના ગુનામાં સંડોવાયેલો નાસતો ફરતો આરોપી સુરેશભાઈ અમરાભાઇ કટારા ઉં.વર્ષ ૨૪ ધંધો મજૂરી રહે જેમાના મુવાડા ( બોઠી વાળા) તા. મેઘરજ જી.અરવલ્લી હાલ કુકમા તા. ભુજ જી. કચ્છ ખાતે રહેતો હોવાની બાતમી હકીકત ના આધારે હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ સોમાભાઈ બ.નં.૩૩૧ તથા અ.લો.ર. સુરેશભાઈ ગલાભાઈ બ.નં. ૦૨૫૧ એ સરકારી વાહન લઈ કુકમા ગામે જઇ ગામમાં વાંચ ગોઠવી હતી દરમ્યાન આરોપી કુકમા બજારમાં ચાલતો જતો મળી આવતા આરોપી ને સાથેના પોલીસ સ્ટાફે કોર્ડન કરી પકડી પડ્યો હતો ત્યાર બાદ આરોપીને અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબની કચેરીમાં લાવી પૂછપરછ કરી જરૂરી આધાર પુરાવા ચેક કરી તા. ૨૭/૦૬/૨૦૧૯ ના કલ્લાક ૧૯/૧૫ વાગે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા આરોપીને સી.આર.પી.સી.ક. ૪૧ (૧)(આઇ) મુજબ અટક કરી આગળ ની કાર્ય વાહી માટે માલપુર પોલીસ ને સોંપ્યો છે માલપુર પોલીસ એ આગળ ની કાર્ય વાહિ હાથ ધરી છે આ રીતે અરવલ્લી જિલ્લા પેરોલ ફ્લાઇંગ સ્કોર્ડ ને અપહરણ ના ગુન્હામાં છેલ્લા અઢી વર્ષ થી નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મળી હતી