અંબાજીમાં એકતા કપૂરના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો 

ગમ્યું તો આગળ શેર કરો.
બોલિવૂડ ફિલ્મ ક્ષેત્રે નામના ધરાવનાર અભિનેત્રી એકતા કપૂરના પૂતળાનું આજે બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે દહન કરવામાં આવ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આર્મી વિરુદ્ધ પ્રોડ્યુસ કરાયેલી વેબ સિરીઝને લઇ લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મામલે આજે બનાસકાંઠાના અંબાજી ખાતે પણ યુવકોએ પુતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં પૂતળું બનાવી મોઢા પર શાહી ફેંકી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ગમ્યું તો આગળ શેર કરો.