કંજોડા પ્રાથમિક શાળા દ્વારા ઘરે બેઠા અભ્યાસક્રમ હેઠળની શિક્ષણ  માહિતીપત્ર વિતરણ કરવામાં આવ્યા

ગમ્યું તો આગળ શેર કરો.
કોરોના વાયરસ ને કારણે  શાળાઓ અને કોલેજો નું  શૈક્ષણિક વર્ષ 15 ઓગસ્ટ 2020  ચાલુ નહિ કરવાંમાં આવે તેવી સરકાર દ્વારા જાહેર કરાયેલ છે .પરંતુ બાળકોના શિક્ષણ ને અસર ના થાય હેતુથી ટીવી માધ્યમ દ્વારા સમયપત્રક પ્રમાણે અભ્યાસ કરી શકે તેવી વૈકલ્પિક વ્યવસ્થા કરેલ છે.જેને લઇને પોતાની  કંજોડાં  પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ સોલંકી તેમજ શિક્ષક મિત્રો દ્વારા  તેના સમયપત્રક બાળકોને ઘરે ઘરે જઈને આપવામાં આવ્યા. શિક્ષણ કાર્યક્રમના પ્રચાર માટે વાલીઓને સમજાવવામાં આવ્યા અને તેના  બોર્ડ દૂધ મંડળી,  સહકારી મંડળી અને શાળા માં મૂકવામાં આવ્યા અને લોકોને તેની માહિતી આપતા  પત્ર પણ આપવામાં આવ્યા.આવા સમયમાં પોતાની નૈતિક ફરજ અદા કરીને શિક્ષણ ના કાર્યને વેગવંતુ રાખવા પ્રયત્ન કરવા બદલ ગ્રામજનોએ તમામ ગુરુજનો નો આભાર માન્યો હતો.
ગમ્યું તો આગળ શેર કરો.