ઇડર વિજયનગર ત્રણ રસ્તા માથાસુર બ્રિજ પાસે થી સાબરકાંઠા એલ સી બી દ્વારા વાહન ચેકીંગ હાથ ધરતા પોષડોડાનો મોટી માત્રામાં જથ્થો સહિત એક આરોપી ઝડપાયો.

ગરવીતાકાત,ઇડર: ઇડર વિજયનગર ત્રણ રસ્તા માથાસુર તરફ બ્રિજ પાસે સાબરકાંઠા એલ સી બી દ્વારા વાહન ચેકીંગ દરમ્યાન રાજસ્થાન તરફથી આવતી સિલ્વર મેટાલિક કલરની ઈનોવા ગાડી રોકી તપાસ હાથ ધરતા ગાડી માંથી પ્લાસ્ટિકના કાળા કલરના થેલા ભરેલા પોષડોડા મળીઆવતા પોષડોડા નો કુલ જથ્થો: ૨૪૮,૯૦૦ કિલોગ્રામ જેની કુલ કી રૂ: ૪,૨૩,૧૩૦/- અને મળી આવેલ ઈનોવા ગાડી જેની કુલ કી રૂ: ૪,૦૦,૦૦૦/- બન્ને મળી કુલ ટોટલ કી રૂ: ૮,૨૩,૧૩૦/- નો મુદ્દામાલ સહિત એક આરોપી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરેલ છે.

તસ્વીર અહેવાલ  પ્રફૂલ બારોટ સાબરકાંઠા, ઇડર