ગરવીતાકાત,સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર શહેરમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરનાં મુળી બાયપાસ રોડ પર મેક્સન સર્કલ પાસે ડમ્પર અને ટ્રેલર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે મૌત નિપજ્યા હતા. પોલીસ દ્વારા બંને મૃતકોની લાશને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.