9 જૂને ઓસ્ટ્રેલિયા સામે મેચ દરમિયાન શિખરના હાથમાં કુલ્ટર નાઈલનો બોલ વાગ્યો હતો શિખર ધવને ઓસ્ટ્રેલિયા સામે 117 રન કર્યા હતા ભારતની આગામી મેચ 13 જૂને ન્યૂઝીલેન્ડ સામે છે

ગરવીતાકાત સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટીમના ઓપનર શિખર ધવનના અંગુઠામાં ઈજા થઈ હોવાથી તેઓ 3 સપ્તાહ માટે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. ધવનને 9 જૂને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કુલ્ટર નાઈલનો બોલ વાગ્યો હતો. તપાસમાં ખબર પડી કે, શિખરના અંગુઠામાં ફ્રેક્ચર થયું છે. શંકા છે કે, આ ઈજાના કારણે શિખર ધવન સમગ્ર ટૂર્નામેન્ટમાંથી પણ બહાર થઈ શકે છે.

ધવનને હાથમાં ઈજા થઈ હોવા છતા તેણે 109 બોલમાં 117 રન કર્યા હતા. હાલ ધવનની ફિઝિયોથેરેપિસ્ટ પૈટ્રિક ફરહાર્ટની દેખરેખમાં સારવાર ચાલી રહી છે. ભારતની આગામી મેચ હવે 13 જૂને ન્યૂઝીલેન્ડ સામે થવાની છે.

ઓસ્ટ્રેલિયા સામે મેચમાં ફિલ્ડિંગ માટે નહતા ઉતર્યા ધવન: ધવન ઓસ્ટ્રેલિયા સામે મેચમાં ફિલ્ડિંગ માટે નહતા ઉતર્યા. તેમની જગ્યાએ રવિન્દ્ર જાડેજાએ સંપૂર્ણ 50 ઓવર ફિલ્ડિંગ કરી હતી. ભારતે તે મેચમાં ઓસ્ટ્રેલિયાને 36 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ધવન જ મેન ઓફ ધ મેચ બન્યો હતો.

ઋષભ અથવા રાયડૂને મળી શકે છે તક: ગઈ 2 મેચમાં મિડલ ઓર્ડરમાં બેટિંગ કરનાર કેએલ રાહુલને ટીમમાં ત્રીજા ઓપનર તરીકે જગ્યા મળી શકે છે. આગામી મેચમાં તેને ઓપનિંગમાં ચાન્સ આપવામાં આવે તેવી પણ શક્યતા છે. જો ધવનને સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર કરવામાં આવશે તો ટીમમાં ઋષભ પંત અને અંબાતી રાયડૂમાંથી કોઈને સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. બીસીસીઆઈએ આ બંનેને સ્ટેન્ડ બાય પ્લેયર તરીકે સામેલ કર્યા છે. ભારતની આગામી મેચ 13 જૂને ન્યૂઝીલેન્ડ સાથે છે અને તે પછી 16 જૂને પાકિસ્તાન સામે મેચ છે.

શ્રેયસના નામે વિશે પણ વિચાર થઈ શકે છે: માનવામાં આવે છે કે, મેનેજમેન્ટ મુંબઈના બેટ્સમેન શ્રેયસ અય્યરને પણ ટીમમાં સામેલ કરવાની માંગણી કરી શકે છે. શ્રેયસ નંબર 4ની પોઝિશન પર ખાસ બેટ્સમેન માનવામાં આવે છે. તે અત્યારે ઈંગ્લેન્ડમાં જ ટીમની સાથે છે. જો રાહુલ ઓપનિંગ કરે તો અય્યર નંબર 4 માટે સારો વિકલ્પ થઈ શકે છે.

Contribute Your Support by Sharing this News: