એક સમયે એશીયામાં પ્રથમ નંબરે આવતી દુધસાગર ડેરી આજે રેન્કમાં ક્યાય પાછળ જતી રહી છે.

દૂધસાગર ડેરીના ભેળસેળવાળા ઘી મામલે ગત જુલાઇ માસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ બી ડીવીઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દૂધસાગર ડેરીના ઘીના બે ટેન્કર જપ્ત કરી, ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં પરિક્ષણ અર્થે મોકલાતાં તે નકલી ઘી નિકળ્યુ હતુ. ત્યાર બાદ ડેરીના ડીરેક્ટર અશોકભાઈ ચૌધરીએ દોષીતો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી.

મહેસાણા દૂધસાગર ડેરીના ઘી મા ભેળસેળના મુદ્દે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે એક ફરિયાદ દાખલ થઇ છે. દૂધસાગર ડેરીનાં ચેરમેન – આશાબેન ઠાકોર, વાઇસ ચેરમેન – મોગજીભાઈ દેસાઈ(પટેલ), એમડી – નિશીથ બક્ષી, લેબોરેટરી  હેડ – અલ્પેશ જૈન, અને ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ છે. ફરીયાદ જણાવવામાં આવ્યુ છે કે, પોતાના આર્થીક ફાયદા માટે ભેળશેળ યુક્ત ઘી પેંકીગ કરી વેપાર માટે મુકી મહેસાણા દુધ સંધ ને 40 કરોડ રૂપીયાનુ નુકશાન થયુ હોવાનુ જણાય છે.

વાઇસ ચેરમેન અને એમડીની પોલીસે હસ્તગત કરી પૂછપરછ કરાઈ છે. બંનેને હાલ વડનગર કોવિડ-૧૯ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ બાદ અટકાયત કરવામાં આવશે. વિસનગર ડી.વાય.એસ.પી. ની અધ્યક્ષતામાં ૫ સભ્યોની સીટની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. મોડી રાત્રે નોધાયેલ ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

બીજા સાથે સમાચાર શેર કરો.