ગરવી તાકત અમદાવાદ;-દૂધસાગર ડેરીમાં અનેક કૌભાંડો આચરનાર વિપુલ ચૌધરીને મોટો ઝટકો લાગ્યો છે. હાલ દૂધસાગર ડેરી બોનસ પગાર કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીને મોટો ઝટકો લાગ્યો છે. વિપુલ ચૌધરીના અમેરિકામાં ભણતાં પુત્રની ડિગ્રી સેરેમની માટે અમેરિકા જવા માગતા હતા. અને આ માટે તેઓએ કોર્ટ પાસે વિદેશ જવાની મંજૂરી માગી હતી. પણ કોર્ટે આ માગણીને ફગાવી દીધી હતી.વિપુલ ચૌધરીએ પોતાના દીકરાની કોલેજની કોમેન્સમેન્ટ સેરેમનીમાં ભાગ લેવા માટે સેશન્સ કોર્ટ પાસે પરવાનગી માંગી હતી. અમેરિકા જઈને સેરેમનીમાં ભાગ લેવા જવા માટે વિપુલ ચૌધરીએ કોર્ટ પાસે પાસપોર્ટની માગણી કરી હતી. જો કે સ્પેશિયલ સરકારી વકીલ વિજય બારોટની દલીલને ધ્યાને લઇ અમદાવાદના સિટી સિવિલ સેશન્સ જજે વિપુલ ચૌધરીની માગ ફગાવી દીધી હતી.

Contribute Your Support by Sharing this News: