ગરવીતાકાત ઊંઝા/મહેસાણા: પ્રતિષ્ઠાભરી ઊંઝા માર્કેટયાર્ડના બોર્ડ ઓફ ડિરેકટરની રવિવારે યોજાયેલી હાઇ વોલ્ટેજ ચૂંટણી બાદ આજે સોમવારે સવારે મતપેટીઓ ખુલી હતી. જેમાં ડો. આશા પટેલ સમર્થિત દિનેશ પટેલની પેનલ જીત મેળવી હતી. જ્યારે નારણ લલ્લુના પુત્ર ગૌરાંગ પટેલની હાર થઈ હતી. દિનેશ પટેલના સમર્થકોએ જીતનારને ફૂલહાર કરીને ઉપાડીને તેમજ અબીલ ગુલાલની છોળો ઉડાડી અને ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

સવારે થયેલી મત ગણતરીમાં ભાજપના દિગ્ગજ નેતા અને લોકસભાની ચૂંટણી પહેલા ભાજપને પડકાર ફેંકનાર નારણ કાકા જૂથનો ખૂબ જ શરમજનક પરાજય થયો હતો. ઊંઝા યાર્ડના ચેરમેન ગૌરાંગ પટેલ ચૂંટણી હારી ગયા હતા. તેમને 25માંથી માત્ર છ મત મળ્યા છે. જ્યારે તેમના વિરોધી અને આશાબેનના વિશ્વાસુ ગણાતા દિનેશ પટેલને 25માંથી 23 મત મળ્યા હતા. નારણ કાકા જૂથના વિશ્વાસ પેનલના તમામ ઉમેદવારો હારી ગયા હતા. જ્યારે આશા પટેલ સમર્થિત વિકાસ પેનલના આઠેય ઉમેદવારો જીત્યા હતા. ઊંઝા માર્કેટ યાર્ડ ગુજરાતના આર્થિક રીતે સૌથી મજબૂત માર્કેટિંગ યાર્ડ માનવામાં આવે છે. અબજો રૂપિયાનું જીરા અહીંથી જ વિદેશમાં નિકાસ કરાય છે.

ખેડૂત વિભાગમાં 100 ટકા, વેપારી વિભાગમાં 94.11 ટકા મતદાન થયું હતું. ઊંઝા માર્કેટયાર્ડમાં સત્તા હાંસલ કરવા ભાજપના જ બે જૂથ વચ્ચે માર્કેટયાર્ડ કબજે કરવા મેદાને પડ્યા હતા. સત્તાધારી પક્ષ ગૌરવ પટેલ સત્તા જાળવી રાખવા વિશ્વાસ પેનલ અને ભાજપના જ ધારાસભ્ય આશાબેનના સમર્થક દિનેશ પટેલ વિકાસ પેનલના કુલ 22 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો.

રવિવારે સવારે 9 કલાકે એપીએમસી બોર્ડ ઓફ ડિરેકટર ની ચૂંટણી નો 3 બુથ માં ચૂંટણી વ્યવસ્થા હતી,વેપારી વિભાગનું મતદાન ઊંઝા એપીએમસી ભોજનાલય માં બે બુથ માં 8 બેઠક ઉપર 16 ઉમેદવાર અને 1631 મતદાર હોય રખાયું હતું,જ્યારે વેપારી વિભાગ ની 04 બેઠક 313 મતદાર અને 6 ઉમેદવાર નું બુથ ઊંઝા એપીએમસી ના પ્રથમ મળે સભા હોલ માં રખાયું હતું. ભાજપના જ બંન્ને જુથોએ સીધા કેમ્પથી મતદારોને લક્ઝરીમાં તબક્કાવાર એપીએમસી મતદાનમથકે લવાયા હતા. અસહ્ય ગરમીના માહોલમાં યોજાયેલા મતદાન યોજાઈ હતી.
પરિણામ પહેલા ભાજપ ધારાસભ્ય ડો.આશાબેન પટેલ એ પોતાના સમર્થક વિકાસ પેનલ જંગી બહુમતી થી જીતશે તેમજ એપીએમસીનું સાશન સુવ્યવસ્થિત તેમજ સુપેરે સંભાળી વિકાસ ની હરણફાળ ભરી વેપારીઓ અને ખેડૂત માટે વિશ્વમાં એક નામના મેળવી છે એજ વિશ્વાસ થી અમો એ ઝંપલાવ્યું છે વિજય અમારો જ થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વેપારી વિભાગના 313 ઉમેદવાર માંથી 260 આ.ન.260/626 માં રણછોડપુરાના પટેલ રામાભાઈ શંકરલાલ લખેલું હતું,જયારે ઓળખપત્રમાં પટેલ રામાભાઈ મોહનભાઇ હોવાથી મત કેન્સલ રહ્યો હતો,જ્યારે વેપારી વિભાગ મતદાર યાદી ઉપેરા ના 12/46 ઠાકોર પ્રતાપજી મોહનજી મૃત હોવાથી એમનો પણ મત કેન્સલ રહ્યો હતો,કુલ બે મત વેપારી વિભાગમાં કેન્સલ રહ્યા હતા.એક મતદારે નામ ન દેવાની શરતે કહ્યું કે એક મતદાર લાખનો હતો, ઉપરાંત પીકનીક ટુર લટકામાં, મતદારોને ચૂંટણી ટાણે જ ભૂગર્ભમાંથી બહાર કાઢી મતદાન સ્થળે ખાનગી વાહનમાં મતદાન સમયે જ જેમ વારો આવે તેમ લાવતા હતા. કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે ચૂંટણી અધિકારી પ્રતિકભાઈ ઉપાધ્યાય એ સઘન પોલીસ બંદોબસ્ત સુરક્ષાના ભાગરૂપે ગોઠવ્યો હતો.

બીજા સાથે સમાચાર શેર કરો.