ગરવીતાકાત,અરવલ્લી: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે રાજ્યમાં સૌપ્રથમ વાર અરવલ્લી જીલ્લાની પ્રાથમિક શાળાઓ તથા આંગણવાડી કેન્દ્રમાં ભણતા બાળકોના શારીરિક સ્વાસ્થ્ય નિરોગી અને કુપોષણ દૂર થાય તે માટે દૂધ સંજીવની યોજના શરુ કરવામાં આવી હતી અને આ યોજના રાજ્યના અન્ય આદિવાસી જીલ્લામાં અમલમાં મુકવામાં આવી હતી

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ચાલુ સત્રથી જ દૂધ સંજીવની યોજના વિવાદનું કેન્દ્ર બની રહી છે સાબરડેરી તરફથી પૂરું પડાતું ફ્લેવર્ડ દૂધ ચોક્કસ સ્ટોરેજ વ્યવસ્થા જળવાય તો જ પીવા લાયક રહે છે અને યોગ્ય તાપમાન ન જળવાય તો દૂધ પીનાર બાળકો ફૂડ પોઇઝનિંગ અને બીમારીમાં પટકાઈ શકે છે

દૂધ સંજીવની યોજના હેઠળ દૂધના ફ્લેવર્ડ પાઉચ સાબરડેરી થી બંને જીલ્લાના તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં પહોંચાડવાનું કામ કરનાર કોન્ટ્રાક્ટર અને સબ કોન્ટ્રાક્ટરોએ અગમ્ય કારણોસર દૂધ પાઉચ રાખવા માટે આપેલ કેરેટ પરત લઈ લેતા શાળાના આચાર્ય અને મધ્યાહન ભોજન સંચાલકો માટે દૂધ સંજીવની હેઠળ શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે પુરા પડતા ફ્લેવર્ડ દૂધના પાઉચ સંગ્રહ કરવા માટે મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે કેરેટના અભાવે ડોલ, તપેલા જેવા સાધનોમાં ફ્લેવર્ડ દૂધના પાઉચ રાખવા મજબુર બન્યા છે ફ્લેવર્ડ દૂધમાં તાપમાન ન જાળવતા ફ્લેવર્ડ દૂધનો સ્વાદ બદલાતા બાળકો પીતા પણ નથી હોતા જેથી દૂધના પાઉચ ફેંકી દેવા પડે છે રાજ્ય સરકાર દૂધ સંજીવની યોજના પાછળ વર્ષે દહાડે કરોડો રૂપિયા ખર્ચી રહી હોવા છતાં યોગ્ય વ્યવસ્થાના અભાવે હાલ આ યોજના બાળકો માટે ફારસ રૂપ બની રહી છે

મોડાસા તાલુકાની એક પ્રાથમિક શાળાના આચાર્યના જણાવ્યા અનુસાર દૂધ સંજીવની યોજનામાં દૂધના પાઉચ સંગ્રહ કરવાના કેરેટ પરત કરી લેવાતા પાઉચ પુરા પડતી કોન્ટ્રાકટર શાળાના સમય પહેલા પહોચેંતા શાળાના વર્ગખંડની બહાર ઠાલવી જતા રહેતા હોવાથી કુતરા, બિલાડા જેવા પ્રાણીઓ પાઉચ ખેંચી જતા હોવાથી બાળકો ફ્લેવર્ડ દૂધથી વંચિત રહે છે

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં દૂધ સંજીવની યોજનામાં અનેક ક્ષતિઓ બહાર આવી છે અને ક્ષતિઓ દૂર કરવા તાલુકા દીઠ મિટિંગ કરી જવાબદાર અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર અને સબ કોન્ટ્રાક્ટર સૂચના આપવામાં આવી છે અને દૂધ સંજીવની યોજના યોગ્ય રીતે અમલવારી થાય તેના માટે પ્રયત્નો હાથધર્યા છે કોન્ટ્રાકટરે પરત લિધેલ કેરેટ પણ શાળાઓને પરત આપવા સ્પષ્ટ સૂચના આપવામાં આવીહોવાનું જણાવ્યું હતું

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત