અરવલ્લી જિલ્લા ના માલપુર તાલુકાની ઇનોવેટિવ પં ચાયત ડોડીયા દ્વારા સમયાંતરે વિવિધ ઇનોવેટિવ પ્રવૃત્તિ કરવામાં આવે છે અને આ સમગ્ર ઇનોવેટિવ પ્રવૃત્તિ પાછળ ડોડીયા પંચાયત ના ઇનોવેટિવ સરપંચ નાનાભાઈ ડી.વાળંદ નો સિંહ ફાળો છે આજરોજ વિશ્વ 5 મી જૂન ને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવી રહ્યું છે ત્યારે ડોડીયા પંચાયત પર્યાવરણ સંદર્ભે એક ઇનોવેટિવ આઈડિયા થકી સમગ્ર ગુજરાત ને રાહ ચીંધ્યો છે.

વધતી જતી ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યાઓને પહેલેથી જ પોહચી વળવા પાણી પહેલા પાળ બાંધવાનુ કામ ડોડીયા પંચાયત દ્વારા કરવામાં આવ્યું છે વિશ્વ પર્યાવરણ ના પવિત્ર પ્રસંગે ઔષધ ગામ નો વિચાર આવવો એ મોટી વાત છે ડોડીયા પંચાયત સમગ્ર ગામને ઔષધ ગામ માટે પ્રતિબદ્ધ બની છે અને એની શરૂઆત પર્યાવરણ દિન ના દિવસથી માન.પ્રાંત કલેકટરશ્રી નવનાથ ગવ્હાણે ના વરદ હસ્તે થઈ છે ત્યારે આ ઔષધ ગામ ના મૂળ વિચારમાં એવું છે કે સમગ્ર ડોડીયા ગામમાં કુલ 300 ઘર આવેલ છે આ તમામ ઘરને સરખા ભાગે વહેંચી ને સોસાયટીમાં વિભાજીત કરવામાં આવેલ છે અને એ વિભાજીત  થયેલ સોસાયટીને  ઔષધીના નામ પરથી સોસાયટીનું નામ આપવામાં આવેલ છે જેમ કે તુલસી વન સોસાયટી આ તુલસી વન સોસાયટી માં પંચાયત દ્વાર દરેક ઘરે તુલસીનાં છોડ આપવામાં આવશે આમ સમગ્ર સોસાયટી માં તુલસીઓ જ આપવામાં આવશે અને બીજી સોસાયટી નું નામ અરડૂસી સોસાયટી હોઈ તો તેમાં તમામને ઘરે અરડૂસી જ હોઈ આમ કુલ વિસ સોસાયટી બનાવવામાં આવી છે અને એક વર્ષના અંતે એટલે કે આવતી 5 જૂન ના દિવસે આ ઔષધ ગામની સમીક્ષા કરી એની એક સક્સેસ સ્ટોરી રજૂ કરવામાં આવશે અને જરૂરી સુધારા વધારા સાથે અને બળવત્તર કરવામાં આવશે.આમ સમગ્ર ગુજરાત નું સૌ પ્રથમ ઔષધી ગામની બહુમાન મળતા સમગ્ર ડોડીયા પંચાયત વિસ્તારના ના મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલ લોકોએ ડોડીયા ના ઇનોવેટિવ સરપંચ નાનાભાઈ વાળંદ ની ખૂબ પ્રશંશા કરી હતી અને આ ક્ષણનો રાજીપો વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ ગુજરાતના ના પ્રથમ વિચારને ડોડીયા પંચાયત દ્વારા રજૂ થયો જેના સાક્ષી તરીકે પ્રાંત કલેકટર શ્રી નવનાથ ગ્વાહાણે, માલપુર ટી.ડી.ઑ શ્રી રાકેશભાઈ પટેલ સાહેબ.માલપુરના આસિસ્ટન્ટ ટી.ડી.ઓ.શ્રી યોગેશભાઈ પંડ્યા સાહેબ,રિલાયન્સ ફાઉન્ડેશન માંથી ભરતભાઇ પટેલ સાહેબ,ઇફકોમાંથી કિશનસિંહ પરમાર સાહેબ, હાજર રહ્યા હતા.સાથે પર્યાવરણ દિનના દિવસે  યોજાયેલા  આ ઔષધી  ગામ શુભારંભ કાર્યક્રમને ડોડીયા સરપંચ દ્વારા બિલકુલ ઇકો ફ્રેન્ડલી રીતે યોજવામાં આવ્યો હતો મતલબ આ કાર્યક્રમમાં નહિવત પ્લાસ્ટીક ઉપયોગ કરીને એક નવી પહેલ પણ કરી હતી.

ગુજરાત રાજ્ય નું સૌ પ્રથમ ઔષધ ગામ તરીકેની પહેલને સરકારી અધિકારીઓ દ્વારા પણ બિરદાવવામાં આવી હતી.અને એનામાં રહેલા મૂળ વિચાર માટે સરપંચશ્રી નાનાભાઈ વાળંદ ને શુભક સાથે શક્ય તમામ મદદની ખાતરી પણ આપવામાં આવી

Contribute Your Support by Sharing this News: