અમદાવાદ જિલ્લામાં સાણંદની દાદાગ્રામ આશ્રમશાળા ખાતે “રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ” તરીકે જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

શેર કરવા અહીં ક્લિક કરો.

અમદાવાદ જીલ્લામાં માન.જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશબાબુ સાહેબની રાહબરી હેઠળ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સતીષ મકવાણા અને જિલ્લા આર.સી.એચ.ઓ. ડો. ગૌતમ નાયક તથા તાલુકા હેલ્થ ઓફિસર સાણંદ ડો. સંધ્યાબેન રાઠોડ તથા જિલ્લા આઈ.ઈ.સી.અધિકારી સી.યુ.ઠાકોર તથા પી.એ. ન્યુટ્રીશન તૃપ્તિબેન ભટ્ટ અર્બન હેલ્થ ઓફિસર ડો. કેતન દેસાઈ,તાલુકા આઈ.ઈ.સી.ઓફિસર બીપીન પટેલ સાણંદ શાળાના આચાર્ય શિક્ષકગણ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતમાં તા.૨૭/૦૨/૨૦૨૦થી રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત આશ્રમશાળામાં આલ્બેન્ડાઝોલ (કૃમિનાશક ગોળી) બાળકોને ચાવીને ખવડાવવામાં આવી અને બાકી રહી ગયેલા બાળકોને તા.૦૩/૦૩/૨૦૨૦ના રોજ મોપ અપ-રાઉન્ડનુ આયોજન કરવામાં આવેલ છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સતિષ મકવાણા સાહેબે પોતાના ઉદબોધનમાં જણાવેલ કે કૃમિના ચેપથી બાળકોના સ્વાસ્થ પર હાનિકારક અસર જોવા મળે છે.જેમા લોહીની ઉણપ (પાંડુરોગ) કુપોષણ,ભુખ ના લાગવી,બેચેની,પેટમાં દુખાવો,વજન ઓછુ થવુ,આ માટે તમામ ૧ થી ૧૯ વર્ષના શાળાએ જતા અને ન જતા તથા આંગણવાડીના તમામ બાળકોને આલ્બેન્ડાઝોલ (કૃમિનાશક ગોળી) ચાવીને ખવડાવવાથી લોહીની ઉણપમાં સુધારો થાય છે અને ભવિષ્માં કાર્યક્ષમતામાં પણ ઘણો સુધારો આવે છે આ કૃમિની ગોળી એક સાથે ખવડાવવાથી વાતાવરણમાં કૃમિની સંખ્યા ઓછી થવાથી જન સમુદાયને લાભ મળે છે,સાથોસાથ આ કાર્યક્રમમાં ૯ માસ થી ૫ વર્ષ સુધીના તમામ બાળકોને વિટામીન-એ સોલ્યુશનના ડોઝ પણ પીવડાવવામાં આવે છે તેનાથી દ્રષ્ટીખામીની ઉણપમાં સુધારો લાવી શકાય છે.

આ કાર્યક્રમમાં સ્પ્તધારાના સાધકો દ્વારા કૃમિ અંતર્ગત પપેટ શો દ્વારા બાળકોને કૃમિથી થતા રોગો વિષે વિસ્તૃતમાં સમજ આપેલ હતી અને જમ્યા પહેલા અને હાજત ગયા બાદ હાથ ધોવાની પદ્ધતિ વિશે નિદર્શન દ્વારા સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત બાળકો દ્વારા દાદાગ્રામ ગામમાં જન જાગૃતિ રેલી યોજીને પ્રચાર પ્રસાર કરવામાં આવેલ હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.