ગરવીતાકાત,બનાસકાંઠા.(તારીખ:૦૬)

રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી એસીબીએ લાંચિયા અધિકારીઓ સામે તવાઇ બોલાવી છે, બનાસકાંઠાના પાલનપુરના જિલ્લા સહકારી અધિકારી ગોરધન તેજાભાઇ જોષી રૂપિયા 22,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયા છે, તેમને પાલનપુરમાં આવેલી જિલ્લા સહકારી અધિકારીની કચેરીમાં જ ફરિયાદી પાસેથી લાંચની રકમ રોકડમાં લીધી હતી.

ફરીયાદી નાણાં ધીરધારનું લાયસન્સ ધરાવે છે, જિલ્લા સહકારી અધિકારીએ હિસાબોની તપાસ કરીને ડરાવતા કહ્યું હતુ કે તમારા હિસાબોમાં ગોટાળા છે, જેથી તમારી સામે કાયદાકીય રીતે કાર્યવાહી થાય તેમ છે, જો તમારે બચવું હોય તો 22,000 રૂપિયા આપવા પડશે, ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમને એન્ટી કરપ્શન ઓફ બ્યુરોના અધિકારીઓ નો સંપર્ક કરતા છટકુ ગોઠવીને લાંચિયા ગોરધન તેજાભાઇ જોષીને રંગેહાથે લાંચ લેતા ઝડપી લીધા છે.

બીજા સાથે સમાચાર શેર કરો.