પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં દૂર દૂરથી લાખો યાત્રિકો પદયાત્રા કરીને અંબાજી પહોંચતા હોય છે. પરંતુ પ્રતિવર્ષ યોજાતા  ભાદરવી પૂનમના મેળા પ્રસંગે આ વર્ષે કોરોના વાયરસની વૈશ્વિક મહામારી સંદર્ભે યાત્રિકોની સલામતી અને ભક્તોની લાગણીની ધ્યાનમાં લઇ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે અનુસાર તા.૨૪/૦૮/૨૦૨૦ થી તા.૦૪/૦૯/૨૦૨૦ સુધી અંબાજી મંદિર સંપૂર્ણપણે દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

આ પણ વાંચો – દાંતીવાડા ડેમ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડતા સોશીયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડ્યા

આ વર્ષે ભાદરવી પૂનમના મહામેળાનો સમયગાળો તા.૨૭/૦૮/૨૦૨૦ થી તા.૦૨/૦૯/૨૦૨૦ સુધીનો છે પરંતું કોરોના વૈશ્વિક મહામારીના લીધે મેળો બંધ છે.  આ સમયગાળા દરમ્યાન ભક્તો ઘેરબેઠાં જ માતાજીના દર્શન કરી શકે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જીવંત પ્રસારણ-લાઇવ ટેલીકાસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમયગાળા દરમ્યાન અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ,  અને વિવિધ સોશીયલ મીડીયા માધ્યમથી લાઇવ સ્ટ્રીમીંગથી લોકો દર્શનનો લાભ લઇ શકશે.

Contribute Your Support by Sharing this News: