અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં વાઈરલ ઇન્ફેક્શન અને મચ્છરજન્ય રોગચાળાએ ભારે માજા મૂકી છે વાઈરલ ઇન્ફેક્શનમાં લોકો પટકાઈ રહ્યા છે.

ગરવીતાકાત,અરવલ્લી: રાયગઢ ગામે આવેલ સરકારી આયુર્વેદિક દવાખાનામાં આજથી ૫ દિવસ માટે ર્ડો. વિમલબેન ડી ચૌહાણ, ફાર્માસિસ્ટ અંકિત પંચાલ અને વિરોન્દ્રસિંહ ઝાલા દ્રારા ગામ લોકોને ઉકાળો બનાવી આપવામાં આવે છે આ ઉકાળાથી સિઝનલ રોગ કાબુમાં આવે છે તો સ્વાઈન ફ્લુ જેવા રોગ પણ અટકે છે અને રોગ પ્રતિકારક શક્તિનો વધારો થાય છે તેવુ સરકારી ડોક્ટરે જણાવ્યુ હતુ તો મોટી સંખ્યામાં નાના બાળકો થી લઈને વડીલો પણ ઉકાળો પીવા માટે ઉમટી રહ્યા છે. સરકારી આયુર્વેદિક દવાખાનામાં આ ઉકાળા વિતરણ થી સ્થાનિકોમાં વાઈરલ ઇન્ફેક્શન અને સ્વાઇનફલુ સામે રક્ષણ મળવાનો આશાવાદ જોવા મળ્યો હતો.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: