સમગ્ર વિશ્ર્વના દેશોમાં કોરોના વાયરસ નો કહેર વર્તાવી રહયો છે. ત્યારે માણાવદરમાં જલારામ ચેરી ટ્રસ્ટ દ્રારા રોગ પ્રતિકાર આયુર્વેદિક ઉકાળાનુ વિતરણ વિનામૂલ્યે અહીંની બજારમાં  કરવામાં આવ્યું હતુ આ ઉકાળો દરેક દુકાનદારો ,વેપારીઓ અને લોકો સુધી પહોંચી શકે તે માટે બે અલગ  અલગ ટીમ બનાવીને પહોંચાડવામાં આવ્યો હતો  જેમાં અંદાજે 500 જેટલા લોકોએ આરોગ્યવર્ધક આયુર્વેદિક ઉકાળાનો લાભ લીધો હતો આ ઉકાળા વિતરણ કાર્યક્રમમાં જલારામ ચેરી ટ્રસ્ટ ના વિજયભાઈ  મશરૂ, જગદીશભાઇ, હિમાંશુ મશરૂ તેમજ અન્ય  મિત્રો એ પોતાની સેવા આપી હતી માણાવદર પોલીસ સ્ટેશન પાસે અને કાકાજી પાન બહારપરા ખાતે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતુ આ બન્ને સ્ટૉલ પરથી પસાર થતા લોકોએ આ આયુર્વેદિક ઉકાળાનો લાભ 500 થી વધુ લોકોએ લીધો હતો આ કાર્યક્રમ પાંચ દિવસ સુધી સવારે 7 થી 8 ચલાવવામાં આવશે તેમ વિજયભાઈ મશરૂ એ જણાવ્યું હતુ.

તસ્વીર અહેવાલ: જીજ્ઞેશ પટેલ માણાવદર

Contribute Your Support by Sharing this News: