પાટણ થી અપડાઉન કરતા અને ક્યારેક ગુલ્લી મારતા ડોકટર સરકારી ટાઈમ ટેબલ મુજબ જ દર્દીઓ ની સારવાર કરીને સાંજે રફુચક્કર થઈ જાય છે.

ગરવીતાકાત,બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકામાં આરોગ્ય સેવા સાવ કથળતી જાય છે,આરોગ્ય કર્મીઓ ભ્રષ્ટાચાર માં ગળાડૂબ હોવાને કારણે ગામડે ગામડે ઉન્ટવૈદા ડોક્ટરો એ અડીગો જમાવી ગ્રામીણ વિસ્તારના લોકો ના આરોગ્ય સાથે અગનખેલ ખેલાઈ રહયો છે,એક સમયે દર્દીઓથી ધમધમતા સરકારી દવાખાનામાં કામચોર કર્મચારીઓ અને અતડા સ્વભાવના સરકારી ડોક્ટરોને લીધે લોકો સરકારી દવાખાને જવાનું ટાળી પ્રાઇવેટ દવાખાનામાં દંડાઈ રહ્યા છે,ત્યારે વર્ષોથી દર્દીઓથી ધમધમતા રહેતા મોરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની આરોગ્ય સેવાઓ છેલ્લા કેટલાય સમયથી કથળી ગઈ છે,એક બાજુ આરોગ્યની બિસ્માર બિલ્ડીંગ અને બીજી બાજુ માનસિક બીમાર હોય તેવા અતડા ડોકટર ને કારણે દર્દીઓ સારવાર કરવા જવાનું ટાળી રહ્યા છે.

પાટણ થી અપડાઉન કરતા આ ડોકટર મહાશય ક્યારેક ગુલ્લી મારી રહ્યા છે,તો જાણે લોકોને સરકારી સમય જોઈને જ તકલીફ થતી હોય તેમ સરકારી ટાઈમ ટેબલ મુજબ જ દર્દીઓની આરોગ્યની ચકાસણી અને સારવાર કરાય છે,મોટેભાગે દર્દીઓથી તું-તારી થી જ વર્તન કરાય છે,તો સારવાર અર્થે આવનાર કેટલાય દર્દીઓને ડોકટર દ્વારા હડધૂત પણ કરવામાં આવી રહ્યા છે,શહેરમાં ઉછરેલા અને ડોકટરી અભ્યાસ કરી મોરવાડા પી.એચ.સી.માં મેડિકલ ઓફિસર તરીકે આવેલા ડોકટર મહાશય નો સ્વભાવ ડોકટર તરીકે ઓછો અને  ટપોરી જેવો હોય તેવો અનુભવ કેટલાય દર્દીઓને થયો છે,સાંજે 5 કે છ વાગ્યા પછી કોઈ બીમાર વ્યક્તિને સારવાર મળતી નથી,કેમકે ડોકટર સાહેબનો સરકારી સમય પૂરો થઈ જાય છે,અને ડોકટર દવાખાનામાં સ્થાયી રહેતા ન હોઈ પોતાના ઘરે જવા રફુચક્કર થઈ જાય છે,ડોક્ટરને માત્ર સરકારી પગારમાં જ રસ છે.

લોકોની સારવાર કરવામાં જાણે કોઈ જ ઇંટ્રેસ ના હોય તેવું ડોકટરના વર્તન પર થી કેટલાય દર્દીઓએ અનુભવ્યું છે,વિધવા પેંશન,કે વૃદ્ધ સહાય,કે અન્ય ડોક્ટરની સહી વાળા કામકાજ અર્થે આવનાર લાભાર્થીઓને તો ખરેખર પરેશાન જ કરવામાં આવે છે,કેટલાય લોકો એઇઝ સર્ટી માટે સવારે 10 વાગ્યાથી બપોરના 3 થી ચાર વાગ્યા સુધી ભૂખ્યા તરસ્યા બેસવું પડે છે,ડોકટરના અતડા સ્વભાવને કારણે દર્દીઓ પણ સરકારી દવાખાનામાં સારવાર કરવા જવાનું ટાળી રહ્યા છે,કેમકે ડોક્ટરની પોલીસગીરી અને દાદાગીરી નો અનુભવ કેટલાક દર્દીઓને થતાં લોકોમાં આ ડોકટર પ્રત્યે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

તાજેતરમાં મોરવાડાના નવીન ચૌધરી નામના યુવકને પેટનો દુખાવો થતો હોઈ સરકારી દવાખાને સારવાર કરવા ગયેલા ત્યારે દર્દથી પીડાતા આ યુવકને સારવાર એક બાજુએ રહી હું કંઈ તારો નોકર છું,તારે જ્યાં જવું હોય ત્યાં જા,અને જે થાય તે કરી લેજે જેમ સારવાર થતી હશે એમ મારી મરજી પ્રમાણે જ સારવાર થશે,,દર્દી સાથે જીભાજોડીમાં આ ડોક્ટરે યુવક નવીન ચૌધરીને ધમકાવ્યો હોવાનું સામે આવ્યું છે,ઉપરાંત ડોક્ટરે ધમકાવતા કહ્યું કે મારા પ્રશનલ નમ્બર પર ફોન કેમ કર્યો,,મને ફોન નહિ કરવાનો કહી ને પણ ધમકાવ્યો હોવાનું જાણવા મળ્યું છે,ઉપરાંત આ ડોકટર મહાશય દ્વારા સરકારી કામ અર્થે આવનાર વિધવાઓ,વૃદ્ધો,અને અન્ય લોકોને પણ હેરાન કરતા હોવાની રાડ ઉઠી છે,અત્રે ઉલ્લેખનીય છે કે મોરવાડા એ અંતરિયાળ વિસ્તાર છે,અને આ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોકટર સહિતનો તમામ આરોગ્ય સ્ટાફ કાયમી હાજર રહે,અને ગમે ત્યારે દર્દીઓની સારવાર કરે તેવી ઉચ્ચ કક્ષાએથી સૂચના અપાય તેવી ગ્રામજનોની માંગ છેતસ્વીર.

નવીન ચૌધરી. સુઇગામ

Contribute Your Support by Sharing this News: