બાયડ દેરોલીમાં આધેડ તળાવમાં ડૂબ્યો :મોડાસાના નવા વડવાસા માં ૭૦ વર્ષના વૃદ્ધા તણાયા : ભિલોડામાં ૧૫ ગામનો સંપર્ક તૂટ્યો 

ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં હવામાન વિભાગે વધુ એકવાર ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે જીલ્લામાં સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે બાયડ તાલુકાના ગેદાલજીના મુવાડા( દેરોલી) ના પશુ ચરાવવા ગયેલ હમીરસિંહ લક્ષમણસિંહ સોલંકી નામના આધેડનો નીરોલી તળાવમાં પગ લપસતાં પાણીમાં ગરકાવ થઈ જતા લોકોના ટોળેટોળા તળાવની કિનારે ઉમટ્યા હતા બાયડ વહીવટી તંત્રની ટીમ અને એનડીઆરએફની ટીમ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી હતી એનડીઆરએફ ની ટીમે રાત્રીના અંધારામાં પણ પાણીમાં ગરકાવ થયેલ આધેડની શોધખોળ હાથધરી હતી.

મોડાસા તાલુકાના  નવા વડવાસા નજીક થી પસાર થતી મેશ્વો નદીના કિનારે પશુઓ ચરાવવા ગયેલા ૭૦ વર્ષીય ભુરીબેન નામના વૃદ્ધા અગમ્ય કારણોસર પાણીમાં તણાતા ભારે ચકચાર મચી હતી વૃદ્ધા તણાતા વહીવટીતંત્રને જાણ કરતા એનડીઆરએફની ટીમે સાથે મેશ્વો નદીના પટમાં પહોંચી વૃદ્ધાની શોધખોળ હાથધરી હતી.

ભિલોડા પંથકમાં સાંબેલાધાર વરસાદથી શામળાજી નજીક આવેલા નાપડા-ખેરડી કોઝવે પર પાણી ફરી વળતા નાપડા ખરાડી તરફના ૧૫ થી વધુના ગામનો સંપર્ક તૂટતાં સંપર્ક વિહોણા બન્યા હતા કોઝવે પર દોઢ થી બે ફૂટ જેટલા પાણીનો પ્રવાહ વહેતા પ્રજાજનો કોઝવે પરથી પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે કેટલાક વાહન ચાલકો પણ અટવાયા હતા ભિલોડાના ગોવિંદ નગર વિસ્તાર સહીત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા ભિલોડામાં જનજીવન પ્રભાવિત થયું હતું ભિલોડા અને બાયડ તાલુકામાં ધોધમાર વરસાદ પડતા પ્રજાજનોના માથે ચિંતાની લકીરો તણાઈ હતી એકબાજુ મેઘમહેરની જરૂર છે બીજીબાજુ રાજ્યના અન્ય વિસ્તારોમાં થયેલી મેઘકહેર થી પ્રજાજનોમાં ભય પણ પ્રવર્તી રહ્યો છે.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: