હોટલ પર જઈને ફોન કરવાનું કહ્યું હતુઃમૃતકની માતામૃતદેહ ઝડપથી સુરત લાવવા રજૂઆતઃમૃતકના પિતા

સુરતઃવાડીફળિયામાં રહેતા 15 યુવાનો ચારધામની 18 જુનના રોજ ચારધામની યાત્રાએ ગયા હતાં. શુક્રવારે ત્રણ મિત્રો ગંગા નદીમાં ડૂબી ગયાં હતાં. જેમાંથી એકનો મૃતદેહ મળ્યો છે બેની શોધ ચાલુ છે. મૃતક જેનિસ પટેલની માતાએ જણાવ્યું હતું કે, શુક્રવારે ફોન આવ્યો કે મમ્મી દર્શન કરી લીધા છે. જાત્રા સારી રહી. હવે અમે નીકળીએ છીએ અને હોટલ જઈને ફોન કરીશ. પરંતુ બાદમાં તેની દુર્ઘટનાના સમાચાર આવ્યાનું વિલાપ કરતાં વધુમાં ઉમેર્યું હતું.

મૃતદેહ ઝડપથી મોકલાઈ તેવી વિનંતીઃ ચારધામ દર્શન કરી ઋષિકેષમાં ગંગા નદીમાં પુત્ર ફેનિલ ગુમાવનાર ભરત ઠક્કરે જણાવ્યું હતું કે, હજુ બે બાળકોની શોધખોળ ચાલુ છે. મારા પુત્રનો મૃતદેહ મળી આવ્યો છે. ગુજરાત સરકારને વિનંતી છે કે, મારા દીકરાનો મૃતદેહને એર એમ્બ્યુલન્સથી વહેલી તકે સુરત મોકલાય તેવી વ્યવસ્થા કરવામાં આવે. અમે વિનંતી કરી છે અને સરકાર કામ કરતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જો કે, કલાકો ઘણી વિતી ગઈ હોવાથી મૃતદેહ ડિકમ્પોઝ થઈ ગઈ હોય તેવી શક્યતા છે.

રોજ ફોન કરતાં હતા: ગંગા નદીમાં ગૂમ થઈ ગયેલા જેનિસની માતાએ જણાવ્યું હતું કે, તેઓ 18મીએ ગયા હતાં. મોહલ્લાના દોસ્તો સાથે બધા ગયા હતાં. રોજે રોજ ફોન કરતાં હતાં. સવાર-સાંજ ફોન કરીને દિવસ દરમિયાન શું કર્યું તેની વાતો કરતાં હતાં. ગઈકાલે પણ છેલ્લે વાત કરીને કહેલું કે, મમ્મી હોટલ જઈને શાંતિથી ફોન કરૂં છું. પરંતુ પાંચેક વાગ્યે સમાચાર આવ્યા હતા કે, દુર્ઘટના સર્જાઈ છે તે પહેલા કહેલું કે ઝાડા ઉલટી થયા છે. આખરે સમગ્ર ઘટના જાણવા મળી હતી.જેથી જેનિસના પિતા ત્યાં જવા રવાના થઈ ગયા છે.

ગંગા નદીમાં શોધખોળ શરૂ: ઋષિકેશ નજીક ગંગા નદીમાં સર્જાયેલી દુર્ઘટના બાદ બે મૃતદેહોને શોધવા માટે હાલ ઉતરાખંડ સરકાર દ્વારા શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે. ડિઝાસ્ટરની ટીમ અને સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

બીજા સાથે સમાચાર શેર કરો.