કપડવંજના આતરસુંબા ખાતે પ્રાંત અધિકારીશ્રી ના અધ્યક્ષતામાં રાત્રિસભા યોજાઇ

ગમ્યું તો આગળ શેર કરો.

કપડવંજ ના આતરસુંબા ખાતે મે.પ્રાંત અધિકારીશ્રી સાહેબશ્રી મિરાંતભાઈ પરીખ સાહેબની અધ્યક્ષતામાં રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થળ પર સરકારશ્રીની વિવિધ યોજનાઓ ની માહિતી સરકારશ્રી ના જુદા જુદા વિભાગોના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. તથા વિધવા સહાય, વૃધ્ધ સહાય, નિરાધાર વૃધ્ધ સહાય સહીત અનેક સરકારી સહાયના લાભાર્થી ઓને સ્થળ પર જ સહાયના મંજુરી પત્રો  મે. આસી.કલેક્ટર શ્રી મિરાંતભાઈ પરીખ સાહેબના વરદ હસ્તે આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કપડવંજ મામલતદારશ્રી પરમાર સાહેબ, આતરસુંબા નાયબ મામલતદાર શ્રી જી.પી.ગોહિલ સાહેબ, મધ્ય ગુજરાત વિજ કંપની કપડવંજના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પારેખ સાહેબ, તાલુકા પંચાયત કચેરીને કપડવંજના વિસ્તરણ અધિકારી શ્રી શેખ સાહેબ, બાળ વિકાસ યોજના અધિકારીશ્રી, ખેતીવાડી અધિકારીશ્રી,સી.ટી. સર્વે સુપ્રિટેન્ડન્ટ આતરસુંબા,રેન્જ ફોરેસ્ટ અધિકારી શ્રી આતરસુંબા,તાલુકા આરોગ્ય અધિકારીશ્રી સહીત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. અને વિવિધ પ્રશ્નેના સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે આતરસુંબા ગ્રામ પંચાયત ના સરપંચશ્રી રાજેશ શર્મા, તલાટીકમ મંત્રી શ્રીમિતેષભાઈ પ્રજાપતિ, ડેપ્યુટી સરપંચ તેમજ ગ્રામ પંચાયતના તમામ સદસ્ય,   તમામ જાતિ ધર્મ અને સંપ્રદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આતરસુંબા સરપંચશ્રી રાજેશ શર્મા એ વિસ્તારના તમામ ગામોના વિકાસ અર્થે આતરસુંબા ને તાલુકો બનાવવા વિનંતી કરી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન આતરસુંબા નાયબ મામલતદાર શ્રી જી. પી. ગોહિલ સાહેબ, રેવન્યુ તલાટીશ્રી રોનકભાઈ ચૌધરી તથા સરપંચશ્રી રાજેશ શર્મા અને તલાટી કમ મંત્રી શ્રી મિતેષભાઈ પ્રજાપતિ એ કર્યુ હતુ. આ પ્રસંગે ગામની વિવિધ સંસ્થાઓ ના આગેવાનો, ગામનાં વિવિધ સમાજના આગેવાનો, આંગણવાડી કર્મચારી ઓ, આશા વર્કર બહેનો, મધ્યાહન ભોજન યોજનાના ઓર્ગેનાઇઝસઁ, પંચાયત પરીવારના સદસ્યો , પોલીસ સ્ટાફ પરીવારના સદસ્યો  સહીત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગમ્યું તો આગળ શેર કરો.