ગરવીતાકાત,અરવલ્લી: ધનસુરા માં આવેલ વિશ્વકર્મા મંદિર માં વિવિધ હિંડોળા ભરવામાં આવે છે જેના દર્શન માટે લોકો મોટી સંખ્યામાં ઉમટે છે.શ્રાવણ માસ માં ભગવાન ની ભક્તિ નું ખૂબ મહત્વ છે.શ્રાવણ માસ માં  મંદિરો માં વિવિધ પ્રકારના હિંડોળા ભરવામાં આવે છે.ધનસુરા વિશ્વકર્મા મંદિર ના  પૂજારી ઈશ્વરદાસજી મહારાજ ધ્વારા મંદિર માં વિવિધ હિંડોળા નું આયોજન કરવામાં આવે છે.જેમાં બાળકો,યુવાનો,વડીલો સૌ કોઈ ઉત્સાહ ભેર દર્શન માટે આવે છે.હિંડોળા ને સુંદર મજાના રંગબેરંગી ફૂલો થી સુંદર રીતે સજાવવામાં આવ્યા હતા.જે આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Attachments area