ગરવીતાકાત,અરવલ્લી: રાજ્યસભામાં ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો ત્યાર બાદ દેશભરમાં ઉજવણી થઇ રહી છે અરવલ્લી જીલ્લામાં  પણ ઠેર ઠેર ફટકડા ફોડી, મીઠાઈઓ વહેંચી અને ઊજવણી કરવામાં આવી હતી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના ચાર રસ્તા ખાતે ભાજપ સહીત નાગરિકોએ એકઠા થઈ ફટાકડા ફોડી, એક બીજાનું મોં મીઠું કરાવી “ભારત માતા કી જય” ના નારાઓ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી