ગાંધીનગરના રૂપાલની ઢોંગી ઢબુડી પર કાયદાનો ગાળિયો કસાય તે પહેલા તે ઢબુડી ફફડી ઉઠી છે. અને એક વીડિયો જાહેર કરીને તેણે મગરના આંસુ સાર્યા છે. આવતીકાલે કોર્ટમાં તેની સામે થયેલા કેસમાં સુનાણી થવાની છે. તે પહેલા તેણે મગરના આંસુ સારતા ફરી એક વખત પોતાના સમર્થકનો ઢાલ બનાવવાનૌ પ્રયાસ કર્યો છે.

ઢબુડી ઉર્ફે ધનજી ઓડે યુ-ટ્યુબ ચેનલ પર વીડિયો મુક્યો છે.જેમાં પોતે સાચો હોવાનો દાવો કર્યો છે. એક તરફ ઢોંગી ઢબુડી પર ગાળિયો કસાઈ રહ્યો છે. તેના મકાનને ખાલી કરવાની નોટીસ અપાઈ છે. ત્યારે તેણે 15 મિનિટનો વીડિયો જાહેર કરીને પોતાનો જ બચાવ કર્યો છે.

બીજા સાથે સમાચાર શેર કરો.