વૃદ્ધની તબિયત લથડતાં ૧૦૮ દ્વારા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. વડગામ તાલુકાના બસુ ગામે રહેતા છગનભાઇ નામના વૃદ્ધે સ્મશાનની અંદર દબાણ થયેલ હોવાના મુદ્દે છેલ્લા દસ દિવસથી ધરણા પર ઉતરી જઇ વિરોધ દર્શાવ્યો હતો. દરમિયાન આજે પાલનપુર કલેક્ટર કચેરી બહાર ધરણા દરમ્યાન તેમની તબિયત લથડતા ૧૦૮ દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.  બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના બસુ ગામે રહેતા છગનભાઇ નામના વૃદ્ધ ગામના સ્મશાનમાં દબાણના મામલે ધરણા પર ઉતર્યા હતા. છેલ્લા દસ દિવસથી ધરણા પર બેઠેલા આ વૃદ્ધે સરપંચ અને તલાટી દબાણદારોને સાચવતા હોવાના આક્ષેપો કર્યા હતા અને છેલ્લા દસ દિવસથી ધરણા પર બેઠેલા આ વૃદ્ધની આજે પાલનપુર કલેક્ટર કચેરી બહાર ધરણા દરમ્યાન એકાએક તબિયત લથડી પડતાં તેઓને સારવાર અર્થે ૧૦૮ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આમ વડગામ તાલુકાના બસુ ગામે સ્મશાનમાં દબાણ મામલે સરપંચ અને તલાટી દ્વારા દબાણદારોને સાચવી લઈ દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો સાથે આ વૃદ્ધે ધરણાં યોજતા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે આ બાબતની ગંભીર નોંધ લઇ જિલ્લા કલેકટર વડગામ તાલુકાના બસુ ગામે સ્મશાનમાં થયેલા દબાણને દૂર કરાવવા તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપી કડક પગલાં ભરાવે તેવી માંગ ઉઠી છે. આ અંગે બસુ ગામના સરપંચનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કરતાં તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. ત્યારે વડગામ તાલુકાના બસુ ગામે વૃદ્ધ દ્વારા સ્મશાનમાં દબાણ બાબતે કરવામાં આવેલા ધરણા અંગે હવે શું પગલાં લેવાય છે તે જોવાનું રહ્યું.

તસ્વીર અહેવાલ: જયંતિ મેતિયા પાલનપુર 

Contribute Your Support by Sharing this News: