ગરવીતાકાત,પાલનપુર(તારીખ:૧૮)

નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સહિત ધારાસભ્ય પણ દોડી આવ્યા ધાનેરાથી થરાદ રોડ બનેલા બ્રિજમાં આજે ખેડૂતોએ સર્વિસ રોડને લઈ વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે નેશનલ ઓથોરિટીના અધિકારીઓ સહિત ધાનેરાના ધારાસભ્ય પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

ધાનેરાથી થરાદ સુધી રોડનું નવિનીકરણ કામ ચાલી રહ્યું છે. ત્યારે સરાલ ગામ નજીક પાણીના વહેણ પર પુલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને આ પુલમાં સર્વિસ રોડના મળતા આજુબાજુના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે ત્યારે આજે આ ઘટનાને લઇ નેશનલ ઓથોરિટીના અધિકારીઓ સહિત ધાનેરાના ધારાસભ્ય ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને ખેડૂતોની વેદના સાંભળી હતી તે બાદ નેશનલ ઓથોરિટી ના અધિકારી અને ધારાસભ્ય ખેડૂતોને ન્યાય આપવાનું જણાવતા ખેડૂતો શાંત થયા હતા. જો કે અત્યારે તો ખેડૂતો ધાનેરાના ધારાસભ્ય અને નેશનલ ઓથોરિટીના અધિકારી ની વાત માની શાંત થઇ ગયા છે. પરંતુ ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો અમને યોગ્ય ન્યાય નહીં આપવામાં આવે તો રોડ બન્યા પછી પણ અમે આંદોલન કરશું અને રસ્તો બંધ કરવાની અમારે ફરજ ન પડે તે માટે તંત્ર અમારી રજૂઆત સાંભળી અને અમારી તાત્કાલિક ધોરણે મુશ્કેલી દુર કરે તેવી  માંગ છે.

તસ્વીર અહેવાલ  જયંતિ મેતિયા પાલનપુર 

Contribute Your Support by Sharing this News: