ગરવીતાકાત,દસક્રોઈ: દસક્રોઈ તાલુકાના ભાવડાં ગ્રામ પંચાયત માં વિકાસ ખાલી કાગળ ઉપર જ દેખાઈ રહ્યો છે આ ગામના રસ્તા અને ઠેર ઠેર ગંદકી જોઈ એવું લાગી રહ્યું છે કે ભાવડા ગામ ના સરપંચે વિકાસના નામે મોટો ભ્ર  સ્ટા ચાર ચાર છે ગામ ના મોટા ભાગ ના રસ્તાઓ હાલત હાડપિંજર જેવી થઈ ગઈ છે રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે લોકોને અવર જવર માં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પાણી ભરાવાને કારણે મચ્છર તથા અન્ય ગંદકી ને લીધે રોગચાળો ફેલાવાની પુરે પુરી શક્યતાઓ રહેલી છે એક તરફ માનનીય વડાપ્રધાન શ્રી નરન્દ્રભાઈ મોદી સાહેબ સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે બીજી તરફ ભાવડાં ગામ માં ઠેર ઠેર ગંદકી ના ઢગ જોવા મળી રહ્યા છે પ્રાપ્ત માહિતી મુજબ ગ્રામજનો રસ્તાના સમાર કામ તથા ગંદકી દૂર કરવા અનેક રજૂઆતો કરવા છતાં આ ભ્રષ્ટાચારી સરપંચ પોતાની મનમાની કરી રહ્યો છે તથા ગ્રામજનોને મનસ્વી જવાબ આપી રહ્યો છે જેનાથી જે થાય તે કરી લે.આ ભાવડાં ગામના સરપંચની યોગ્ય ઇન્કવાયરી કરવામાં આવે તો અન્ય પણ મોટા કોભાંડો બહાર આવે તેવી પુરેપુરી શક્યતાઓ રહેલી છે આ અંગે તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા ચોક્કસ પગલાં લેવા જરૂરી છે ચુંટાઈ આવ્યા પછી આ સરપંચ પોતાની જ મનમાની ચલાવી રહ્યો છું હવે તંત્ર આ સરપંચની યોગ્ય તપાસ કરશે કે પછી મીઠાઈ લઈ પડદો પાડી દેશે તે જોવું રહ્યું.

બીજા સાથે સમાચાર શેર કરો.