વિશ્વમાં વધુ વસતી છતાં ભારતમાં 2 લાખનો આંક પાર થતા થયા 125 દિવસ, અન્ય દેશોમાં લાગ્યો આ સમય

ગમ્યું તો આગળ શેર કરો.

દેશમાં કોરોના સંક્રમણની ગતિ હવે તેજ બની રહી છે. દેશમાં અત્યાર સુધી 207970 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. દેશમાં કોરોના પોઝીટીવ આંક 2 લાખને પાર થતાં 125 દિવસનો સમય લાગ્યો છે. દેશમાં કોરોનાને લઈને અત્યાર સુધી 5829 લોકોના મોત પણ થયા છે. દેશમાં અન્ય દેશોની સરખામણીએ 2 લાખનો આંક પાર થતાં 125 દિવસ લાગ્યા છે જ્યારે અમેરિકા સહિત અન્ય 6 દેશોમાં કોરોના સંક્રમણના આંક 2 લાખ પહોંચવામાં ભારતથી બહુ ઓછા દિવસો લાગ્યા હતા. દેશમાં કોરોના પોઝીટીવનો આંક 2 લાખને પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે કોરોના પોઝીટીવ ભારતમાં આવ્યા છે. ભારતમાં 2 જૂનના દિવસે 8821 કોરોના પોઝીટીવ આવ્યા છે. તો 221 લોકોના મોત પણ થયા છે. દેશમાં છેલ્લા 7 દિવસમાં 50 હજાર જેટલા પોઝીટીવ આવ્યા છે. દેશમાં કોરોનાની રફતાર ચાલુ જ છે. દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ 31 મેના રોજ 8789 નોંધાયા હતા. દેશમાં સૌથી વધુ મોતની સંખ્યા પણ એ જ દિવસે 222 થઈ હતી.

અમેરિકામાં કોરોના સંક્રમણ સૌથી વધુ છે. અમેરિકામાં કોરોના પોઝીટીવ નો આંક 2 લાખને પાર થતાં ફક્ત 72 દિવસ લાગ્યા હતા. જ્યારે બ્રાઝીલમાં 79 દિવસોમાં કોરોનાનો આંક 2 લાખને પાર થયો હતો. સ્પેનમાં 82 દિવસે, ઈટાલીમાં 89 દિવસે, યુકેમાં 97 દિવસે, રશિયામાં 101 દિવસે અને ભારતમાં 125 દિવસે 2 લાખનો આંક પાર થયો છે. દેશમાં કોરોના સંક્રમિત સૌથી વધુ અસરગ્રસ્ત 7 દેશોમાં સ્પેનમાં સૌથી વધારે રિવકરી રેટ મળ્યો છે. રિકવરી દરમાં ભારત વિશ્વમાં 3 જા સ્થાન પર પહોંચ્યું છે. વિશ્વના અન્ય દેશોની તુલનામાં સૌથી વધુ વસતી હોવા છતાં ભારતમાં સંક્રમણ ફેલાવાનો દર ખૂબ જ ધીમો રહ્યો છે. દેશમાં 2 હજાર કેસ પણ નહોતા ત્યારે દેશમાં લોકડાઉન અમલમાં રહેતાં કોરોના સંક્રમણના આંક 2 લાખ થવામાં અન્ય દેશોની સરખામણીમાં ઘણો સમય લાગ્યો છે. અમેરિકામાં સૌથી ઝડપી 72 દિવસમાં બે લાખથી વધારે લોકો કોરોના પોઝિટિવ થયા હતા. ભારતમાં આ આંકડો 125 દિવસમાં આવ્યો છે.

ગમ્યું તો આગળ શેર કરો.