બેચરાજી પંથકમાં દિપડો દેખાતાં ગામલોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. નદી કીનારેના ખેતરો નજીક દિપડાના પગના નિશાન દેખાતાં ખેડુતોએ સ્થાનિક આગેવાનને જાણ કરી હતી. દિપડાના ભયથી લોકો ઝાડ ઉપર ચડી ગયાના દ્રશ્યો સામે આવ્યા ગામ નજીકથી દિપડો પસાર થયો હોવાની માહિતી મળતાં વનવિભાગે પાંજરૂ ગોઠવી દીધુ છે. રેન્જ ફોરેસ્ટના કર્મચારીઓ દિપડાને પાંજરે પુરવા મથામણ હાથ ધરી છતાં ગામલોકોમાં ફફડાટ વધી ગયો છે. મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના સાંપાવાડા ગામની સીમમાં દિપડાના પગના નિશાન જોવા મળ્યા છે. ખેડુતો સીમમાં દિપડાના પગના નિશાન જોઇ ચોંકી ગયા હતા. ખેતમજુરો અને ખેડુતોને ખેતીકામ દરમ્યાન દિપડાનો હુમલો થવાનો ભય ઉભો થતાં ગભરાહટનો માહોલ સામે આવ્યો છે. સમગ્ર મામલે બેચરાજી તાલુકા રેન્જ ફોરેસ્ટને જાણ કરતા  વિભાગના કર્મચારીઓ હરકતમાં આવ્યા છે. વનવિભાગે દિ૫ડો શોધવાની કવાયતમાં ઓછું ધ્યાન આપી હાલ પુરતું પાંજરૂ ગોઠવી મથામથ આદરી છે.

તસ્વીર અહેવાલ કપીલસિંહ દરબાર બેચરાજી 

બીજા સાથે સમાચાર શેર કરો.