The ocean of the ocean became turbid, the rainy weather prevailed in Saurashtra, see photos

રાજકોટ: ‘વાયુ’ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેને પગલે દીવ, પોરબંદર અને સોમનાથના દરિયા કિનારે 10 ફૂટ જેટલા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. જેની સાથે સાથે ઠેર-ઠેર ભારે પવનો અને ગાજવીજ સાથે વરસાદી માહોલ છવાયો છે. દીવમાં પણ વાવાઝોડાને કારણે દરિયો તોફાની બન્યો હતો.સૌરાષ્ટ્રમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદની શરૂઆત થઇ ગઇ છે.

સૌરાષ્ટ્રમાં ક્યાં કેટલો વરસાદ: સૌરાષ્ટ્રમાં કચ્છ જિલ્લાના લખપતમાં 16 મી.મી., દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 25 મી.મી., જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં 12 મી.મી.,ભાવનગર જિલ્લાના જેસરમાં 20 મી.મી., અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 25 મી.મી., ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં 14 મી.મી, પોરબંદર જિલ્લાના રાણાવાવમાં 12 મી.મી., રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 11 મી.મી. તથા જામનગર તાલુકામાં 26 મી.મી. વરસાદ નોંધાયો છે.

બીજા સાથે સમાચાર શેર કરો.