ગરવીતાકાત,જુનાગઢ: જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ૬૦માંથી ૫૪ બેઠક મળતા ભાજપને મળેલા ઐતિહાસિક જનસમર્થન બદલ આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ઋણ સ્વીકાર કાર્યક્રમ જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ મેદાનમાં યોજાયો હતો.

૯મી નવેમ્બર ૧૯ ૪૭ના રોજ જૂનાગઢ જનશક્તિથી  રાષ્ટ્ર ભાવના સાથે હિંદમાં જોડાયું ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે જે રીતે જૂનાગઢની પ્રજાને હિન્દના વિકાસમાં જોડવા બદલ જૂનાગઢની પ્રજા નો આભાર માન્યો હતો તે તે રીતે આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢની જનશક્તિને નમન કરીને ભાજપાને ઐતિહાસિક સમર્થન આપવા બદલ આભાર વ્યક્ત કરી જૂનાગઢની પ્રજાને ખાતરી આપી હતી કે જુનાગઢ નો વિકાસ સવાયો કરીશું. જુનાગઢને  સૌથી વિકસતું પર્યટન શહેર બનાવવા જોઈએ તેટલાં નાણા આપીશું. માત્ર મતદારો નો જ નહીં પરંતુ સમગ્ર પ્રજાજનોને મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપી હતી કે જૂનાગઢના તમામ વિસ્તારોમાં સર્વ સમાવેશ અને સર્વાંગી વિકાસ કરવામાં રાજ્ય સરકાર જૂનાગઢ મહાનગરપાલિકાની પડખે ઉભી રહેશે .

મતદારોએ ભાજપાની  ઝોળી છલકાવી દીધી છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અમે વિકાસની રાજનીતિમાં માનીએ છીએ અને કોંગ્રેસના પેટમાં પાપ છે.પ્રજાનો ચૂકાદો માથે ચડાવવા ના બદલે કોંગ્રેસ પ્રજાની ટીકા કરી રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ જુનાગઢનો ઉપરકોટ હોય કે ગિરનારનો વિકાસ હોય કે પછી  રેલ્વેનો ફાટકનો પ્રશ્ન ,ઝાંઝરડા રોડ સહિતના તમામ વિસ્તારોનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ આગામી સમયમાં એક પણ લોક સમસ્યા ન રહે ના રહે એ રીતે વિકાસના કામોનું આયોજન કરવા અને કોર્પોરેશનના ની ટીમને પણ આ દિશામાં આગળ વધવા નિર્દેશ મળ્યો હતો.

સ્થાપિત હિતોને પણ જૂનાગઢની પ્રજાએ આ ચૂંટણીમાં તેનું સ્થાન બતાવી દઈને વોર્ડ નંબર ૧૫ ના મતદારોએ વિશેષ રંગ રાખ્યો છે તેમ સ્પષ્ટ કહ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે ચૂંટણી પહેલા જ અમે કહી દીધું હતું કે જૂનાગઢમાં કોંગ્રેસના છેલ્લા શ્વાસ છે.જૂનાગઢની પ્રજા એ જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે જે પ્રમાણે અમે સવાયું કામ કરીશું અને જવાબદારીથી વિકાસના કામો કરીશું તેવી કાર્યકરો વતી ખાતરી આપી હતી.રાજ્યની અન્ય ચૂંટણીમાં પણ લોકોએ ભાજપાને સમર્થન કર્યું છે અને કોંગ્રેસને જાકારો આપ્યો છે તેમ જણાવી શ્રી જીતુભાઈ વાઘાણી એ આ વિકાસની રાજનીતિનો વિજય છે તેમ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ શ્રી શશીકાંતભાઈ ભીમાણીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં મત્સ્યોધ્યોગ  અને પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા,સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ ભાજપ અગ્રણી  શ્રી નીતિનભાઈ ભારદ્વાજ ,રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી,ભાજપ પ્રવક્તા શ્રી રાજુભાઇ ધ્રુવ,  અગ્રણી શ્રી મોહનભાઇ પટેલ ,પદ્મશ્રી ભીખુદાન ગઢવી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી પ્રદિપભાઇ ખીમાણી, પૂર્વ મેયર શ્રી આદ્યશક્તિ બેન મજમુદાર, શ્રી મહેન્દ્રભાઈ મશરૂ,શ્રી કાળુભાઈ સુખવાણી ,શ્રી વિનુભાઈ અમીપરા, શ્રી કે.ડી. પંડ્યા ,શ્રી જી .પી .કાઠી શ્રી જ્યોતિબેન વાછાણી , શ્રી કરશનભાઇ દડુક,શ્રી ડો. ડી.પી ચીખલીયા,  શ્રી અનિલભાઈ પટોળીયા, શ્રી કૃષ્ણક્રાંત રૂપારેલીયા, અશોકભાઈ ભટ્ટ, ભરત ભાઈ શિંગાળા, શ્રી પૂનિતભાઈ શર્મા, નિલેશભાઈ ધુલેશિયા, યોગેન્દ્ર પઢીયાર, અમૃતભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ચૂંટાયેલા અગ્રણીઓ શ્રી ધીરુભાઈ ગોહિલ અને તમામ નવનિયુકત ૫૪ કોર્પોરેટરોને ને શુભકામના પાઠવવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી ચંદ્રેશભાઈ હેરમા એ કર્યું હતું.

Contribute Your Support by Sharing this News: