બાયડ ના ખડબી ગામની અપહરણ થયેલી સગીરાનો મૃતદેહ નદીમાંથી મળી આવતા ચકચાર :પરિવારજનોનો હત્યાનો આક્ષેપ

શેર કરવા અહીં ક્લિક કરો.

બાયડના ગ્રામ્ય વિસ્તારની સગીર યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ચોઈલા સંદીપ ડાહ્યાભાઈ સોલંકી નામનો યુવક અપહરણ કરી ભગાડી ગયો હોવાની ફરિયાદ બાયડ પોલીસ મથકમાં નોંધાયે ગણતરીના કલાકો થયા છે. ત્યાં તો એ જ સગીર યુવતીની લાશ ભુખેલ ગામ નજીક પસાર થતી વાત્રક નદીમાંથી મળી આવતાં મામલો વધુ ગરમાયો છે. ગુમ સગીરાની લાશ નદીમાંથી મળી આવતા પરિવારજનો બાયડ પોલીસ મથકે પહોંચ્યા હતા અને જ્યાં સુધી આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી સગીરાની લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.પરિવારજનો તેમજ સામાજિક લોકોનો આક્રોશ જોતાં બાયડ પોલીસ મથકનો દરવાજો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. પરિસ્થિતિ વધુના વણસે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. શુક્રવારના રોજ બાયડના ભૂખેલ પાસેની વાત્રક નદીમાંથી એક યુવતીનો મૃતદેહ મળ્યો હતો. નદીમાં મૃતદેહ હોવાનું માલુમ પડતાં ગ્રામજનોએ યુવતીના મૃતદેહ બાબતે બાયડ પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસે તાબડતોબ ઘટના સ્થળે દોડી પહોંચી યુવતીના મૃતદેહ બાબતે તપાસ હાથ ધરી હતી. જો કે જાણવા મળ્યા મુજબ બાયડના ગ્રામ્ય વિસ્તારની સગીર યુવતીને લગ્ન કરવાની લાલચ આપી નજીકના ગામનો યુવક અપહરણ કરી ભગાડી ગયો હોવાની ફરિયાદ બાયડ પોલીસ મથકમાં નોંધાયે ગણતરીના કલાકો થયા છે.

ત્યાં તો એ જ યુવતીની લાશ વાત્રક નદીમાંથી મળી આવતાં મામલો વધુ ગરમાયો છે. ગુમ સગીરાની લાશ નદીમાંથી મળી આવતા પરિવારજનો બાયડ પોલીસ મથકે પહોંચ્યા હતા અને જ્યાં સુધી આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી સગીરાની લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.પરિવારજનો તેમજ સામાજિક લોકોનો આક્રોશ જોતાં બાયડ પોલીસ મથકનો દરવાજો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. પરિસ્થિતિ વધુના વણસે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.