ગરવીતાકાત,અરવલ્લી: ગણેશ વિસર્જન કરવા કરવા આવેલા ૬ યુવાનો નદીમાં ડૂબી જતા ભારે ચકચાર મચી હતી ૬ યુવકો વાત્રક નદીમાં ડૂબી ગયા હોવાની ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં કેશપુરા ગામ સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ઉમટ્યા હતા સ્થાનિક તરવૈયાઓએ નદીમાં જંપલાવી પાણીમાં ગરકાવ થયેલા યુવકોની શોધખોળ આદરી હતી ઘટનાસ્થળે વહીવટી તંત્ર અને પોલીસતંત્ર પહોંચ્યું હતું બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ઘટનાસ્થળે પહોંચી નદીમાં ડૂબેલા યુવકોના પરિવારજનો ને શાંત્વના આપી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજી ની સ્થાપના કર્યા પછી શુક્રવારે બપોરે કેશરપુરા ગામના યુવકો વાજતે-ગાજતે ગ્રામજનો સાથે  ગણપતિ વિસર્જન માટે વાત્રક નદીના પટમાં પહોંચ્યા હતા ઉપરવાસમાં વરસાદના પગલે વાત્રક નદીમાં ગણપતિની મૂર્તિને ડુબાડવા જતા નદીના પ્રવાહમાં ૭ જેટલા યુવકો એકાએક નદીના પ્રવાહમાં તણાઈ જતા સ્થાનિકોએ બુમરાણ મચાવતા સ્થાનિક તરવૈયાઓ દોડી આવી ૧ યુવકને બચાવી લીધો હતો અન્ય પાણીના પ્રવાહમાં તણાયેલા અને નદીમાં ડૂબેલા ૬ યુવકોની શોધખોળ હાથધરી હતી ઘટનાસ્થળે મોડાસા અને બાયડ ફાયેબ્રિગેડની ટિમો તરવૈયાઓ સાથે પહોંચી ભારે શોધખોળ આદરી હતી જેમાં બધા યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા  મૃતદેહ શોધવામાં ભારે જહેમત ઉઠાવી પડી હતી.

વાત્રક નદીમાં કેશરપુરા ગામના ૬ યુવકો ગણેશ વિસર્જનમાં નદીના વહેણમાં ડૂબી જતા ભારે રોકોક્કળ મચી હતી યુવકોના પરિવારજનોએ ભારે આક્રંદ કરી મૂક્યું હતું જ્યારે ડૂબેલા બધા યુવકોના મૃતદેહ બહાર કાઢતાની સાથે હૈયાફાટ રુદનથી ભારે ગમગીની છવાઈ હતી કોણ કોને સાંત્વના આપે તેવા રુંવાટા ખડા કરી દેનારી ઘટનાથી ગ્રામજનો આઘાતમાં સરી પડ્યા હતા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી        

બીજા સાથે સમાચાર શેર કરો.