ગુજરાત રાજ્યના પાટનગર  ગાંધીનગર ખાતે GCERT ભવનમાં પ્રાથમિક શાળાના બાળકો માટે સ્પર્ધાત્મક કાર્યક્રમ યોજાયા હતા જેમાં અનેક જિલ્લાના અલગ અલગ વિજેતા બાળકો હાજર રહીને શાળાના નામ રોશન કરેલ જેમાં કપડવંજ તાલુકાની વઘાસ પ્રાથમિક શાળાની સોનલબેન જવાનભાઈ પરમારે કાવ્ય લેખન સ્પર્ધામાં ખેડા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરીને પોતાના કાવ્ય રજૂ કરીને સૌને આનદીત કર્યા હતા ત્યારબાદ GCERT નિયામકશ્રી ટી.એસ.જોષી સાહેબના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લામાંથી આવેલ બાળકોને પ્રમાણપત્ર, મોમેન્ટ તથા 1000/-રૂપિયા રોકડા આપી સન્માન કરવામાં આવ્યુ હતું. જે એક આદર્શ બાબત ગણવી જ રહી. કોઈ બાળકને પહેલો,બીજો…આવા નંબર આપવામાં આવ્યા નહોતા જેનાથી હરિફાઈની સાથે સૌને ઈનામ પ્રાપ્ત થતાં બાળકો ખુશ થયા હતા .GCERT તરફથી તમામ બાળકોને અક્ષરધામ, વિધાનસભા તથા દાંડી કુટિરની વિના મૂલ્યે સફર કરાવી હતી. જે ગયા વર્ષે પણ શાળાનો બાળક મિહિર પંચાલ રાજ્ય કક્ષાએ -વકૃતવ સ્પર્ધામાં ભાગ લીધો હતો..આ બંને બાળકોને શાળાના શિક્ષકશ્રી  પરેશભાઈ બારોટ ઘ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.શાળાના બાળકો ઘ્વારા રાજ્ય સુધી સ્પર્ધાઓમાં ભાગ લેવાથી શાળા પરિવાર ગર્વની લાગણી અનુભવે છે. આચાર્ય શ્રી જીતુભાઈ પટેલે ભાગ લેનાર  બાળકોને તેમજ શાળા પરિવારને અભિનંદન આપ્યા હતા .

Contribute Your Support by Sharing this News: