ઘાયલોને પાલનપુર, પાંથાવાડા સહિત ડીસાની વિવિધ હોસ્પિટલોમાં રિફર કરાયા

ગરવીતાકાત પાલનપુર: દાંતીવાડા નજીક આવેલા મોટી મહુડી ગામ પાસે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજસ્થાનના ઝાલોરથી વડોદરા જતી એક લકઝરી બસ પલટી મારી ગઇ હતી. જેમાં લકઝરી બસમાં સવાર 35થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા.

ડ્રાઈવરે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત: મોટી મહુડી ગામ નજીક શુક્રવારે વહેલી સવારે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજસ્થાનના ઝાલોરથી વડોદરા જતી લક્ઝરી બસ નંબર આરજે 19 પીએ 4094 3 વાગે ડ્રાઇવરે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા લક્ઝરી બસે પલટી મારી દીધી હતી. બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ હતી. ઘટનાને લઇ ઘટના સ્થળે લોકો દોડી ગયા હતા. જ્યારે બસમાં સવાર ઘાયલોને પાલનપુર પાંથાવાડા સહિત ડીસાની વિવિધ હોસ્પિટલોમાં રિફર કરાયા હતા.