30/08/20 ના રોજ વ્યારા ખાતે આંબેડકરની પ્રતીમાને પુષ્પાંજલી અર્પણ કરતા સી.આર.પાટીલ
ગરવી તાકાત, પાલનપુર

આ સી.આર.પાટીલના પાલનપુર પ્રવાસને લગતી આ પ્રે્સનોટ દ્વારા જાણવા મળી રહ્યુ છે કે ભાજપના કાર્યકરો ફરિથી પાલનપુરમાં પણ રેલી યોજવા જઈ રહ્યા છે, અને જે ફોર્મ ખરેખર તો મફતમાં જ મળવા જોઈયે કે મળતા હોય છે એવી યોજના “માં અમૃતમ યોજના” ના ફોર્મ નીશુલ્ક આપવાની વાત કરી છે, તથા આ પ્રેસનોટથી જનતાને  એ વાતની ખાતરી નથી મળી કે સૌરાષ્ટ્ર પ્રવાસ દરમ્ચાન જે દ્રશ્યો સર્જાયા હતા તેનુ પુનરાવર્તન પાલનપુરમાં નહી થાય.

ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ તા.3/9/2020 ના રોજ પાલનપુરની મુલાકત લેવાના હોઈ બનાસકાંઠા ભાજપ સંગઠન દ્વારા અલગ અલગ રીતે તેમનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારી પુર જોશમાં ચાલી રહી છે. ત્યારે અધ્યક્ષ તરીકેની તેમની પાલનપુર નગરની આ પ્રથમ મુલાકાતને અવિસ્મરણીય બનાવવા ટીમ ભાજપ અને બક્ષીપંચ મોરચા પાલનપુર શહેર ભાજપના પ્રભારી ભરત ઠાકોર તથા તેમના પત્ની ભારતી બી. ઠાકોર સ્ટ્રીટલાઈટ ચેરમેન નગરપાલિકા પાલનપુર દ્વારા અનોખી રીતે તેમનું સ્વાગત કરવામાં આવશે.

આ પણ વાંચો – પાલનપુર પાલિકાના બાંધકામ ચેરમેન અને પૂર્વ સ્ટ્રીટલાઈટ ચેરમેન ઉપર કેબલ નાખવાની કામગીરીમાં કૌભાંડ આચરવાનો આરોપ

તેમની રેલી દરમ્યાન “માં અમૃતમ યોજના” કે જેમાં ગુજરાત સરકાર દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીની આરોગ્યલક્ષી સહાય મળે છે તેના એક હજાર ફોર્મનું નિઃશુલ્ક વિતરણ કરી અને જેને પણ ફોર્મ આપવામાં આવશે તેને તે ફોર્મની બીજી દસ કોપી કરાવી બીજા દસ લોકોને નિઃશુલ્ક આપી મદદરૂપ થવાની અપીલ કરશે તેમજ  પાટીલ સાહેબની આ મુલાકાત પાલનપુરવાસીઓ માટે લાભદાયક બનાવવાની નવતર પહેલ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે તેમ  ભાજપના બક્ષીપંચ મોરચા પ્રમખ ભરત ઠાકોરે જણાવ્યુ હતુ.

 

Contribute Your Support by Sharing this News: