‘અમે બે મરવા જઈએ…. પરણાવતા નથી ને…’ કહીને કમર પર દુપટ્ટો બાંધી યુગલ કેનાલમાં કૂદ્યું

ગમ્યું તો આગળ શેર કરો.
મહેસાણા દેલા પાસેની સુજલામ સૂફલામ કેનાલમાં પ્રેમી પંખીડાએ આત્મહત્યા (Suicide) કરી લીધી. ગઈ કાલે કેનાલમાં પડી પ્રેમી પંખીડાએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જોકે, કેનાલમાં પડતા પહેલા બંનેએ વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં તેઓને પરણાવતા ના હોવાથી કેનાલમાં પડ્યા હોવાનું જણાવી રહ્યાં છે. બંને પ્રેમી પંખીડાએ કેડમાં દુપટ્ટો બાંધીને મોતને વ્હાલુ કર્યું હતું. બંને પ્રેમી પંખીડા મહેસાણાના શંકરપુરાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
દેલા પાસેથી પસાર થતી સુજલામ સૂફલામ કેનાલ પાસેથી આજે સવારે મોબાઈલ અને ચંપલ મળી આવ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે, શંકરપુરામાં રહેતા વિશાલ કનુજી ઠાકોર (ઉંમર 25 વર્ષ) અને પૂનમ છનાજી ઠાકોર (ઉંમર 18 વર્ષ) એ કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. કમર પર દુપટ્ટો બાંધેલી બંનેની લાશ મળી આવી હતી. બંનેની બહાર કાઢીને પોલીસ તપાસ શરૂ કરી હતી. જેમાં જામવા મળ્યું કે, વિશાલ અને પૂનમ એકબીજાને પ્રેમ કરતા હતા, અને લગ્ન કરવા માંગતા હતા. જોકે, પરિવારને તેઓના લગ્ન મંજૂર ન હતા. પરિવારે ના પાડતા આખરે તેઓએ કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવ્યું હતું.
કેનાલમાં પડ્યાના સમાચાર મળતા જ વિશાલ અને પૂનમના પરિવારો દોડી આવ્યા હતા. બંને પરિવારોએ ભારે આક્રંદ કર્યું હતું. એટલું જ નહિ, સવારે 9 વાગ્યાની આસપાસ વિશાલ જેમની ગાડી ચલાવે છે તે શેઠને ફોન કરીને કહ્યું કે, ‘ગાડી અહીં કેનાલે પડી છે, હું મરવા જાઉં છું.’ આ બાદ વિશાલના શેઠે તાત્કાલિક તેના પરિવારને જાણ કરી હતી. જેના બાદ પરિવાર કેનાલ પહોંચ્યો હતો. પરિવારે કેનાલ પાસે બંનેની ભારે શોધખોળ ચલાવી હતી. જેમાં તેઓે વિશાલના ચંપલ અને મોબાઇલ મળ્યો હતો, જેમાં એક વીડિયો ઉતારેલો હતો
મરતા પહેલા યુવકે વીડિયો બનાવ્યો હતો: કેનાલ તરફ જવાના રસ્તા પહેલા યુગલે વીડિયો બનાવ્યો હતો. જેમાં યુવતી કંઈક કહી રહી હતી ત્યારે યુવકે વીડિયો ચાલુ કર્યો હતો. તેણે વીડિયોમાં યુવતીને પોતાના તરફ જોવાનું કહ્યું હતું. બાદમાં એક જ ફ્રેમમાં આવી જતા યુવક બોલ્યો હતો કે, ‘અમે બે મરવા જઈએ. આ કેનાલ રહી જુઓ…. પરણાવતા નથી ને…’ જેના બાદ બંનેની લાશ કેનાલમાંથી મળી હતી.
ગમ્યું તો આગળ શેર કરો.