ગરવી તાકાત,બનાસકાંઠા
કોરોના વાયરસની મહામારી દરમિયાન પોતાના પરિવારની પણ ચિંતા કર્યા વગર રાત દિવસ ખડે પગે સેવા આપનાર આરોગ્ય કર્મીઓની કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે. ત્યારે આજે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૦ મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે નરેન્દ્ર મોદી વિચારમંચ આઇ.ટી.સેલ બનાસકાંઠા જિલ્લા દ્વારા સિવિલ હોસ્પિટલના કર્મચારીઓને સન્માન સમારોહ અને માસ્ક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – નરેન્દ્ર મોદીની જીવનયાત્રા ઉપર આવતી કાલે સચ્ચીદાનંદ વ્યાખ્યાન આપશે : ભાજપ

તસ્વીર – જયંતી મેતીયા
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નરેન્દ્ર મોદી વિચાર મંચના કાર્યકર્તાઓ તેમજ જિલ્લા અધ્યક્ષ ઉપસ્થિત રહી સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો. ભરતભાઇ મિસ્ત્રી તેમજ આરોગ્ય કર્મી મુકેશભાઇ સહિતના સ્ટાફના માણસો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તમામ આરોગ્ય કર્મીઓનુ સન્માન કરી સિવિલ હોસ્પિટલના સ્ટાફ તેમજ દર્દીઓ અને તેમના સગાઓ મળી કુલ ૩૦૦ થી વધુ માસ્કનુ પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
રીપોર્ટ – જયંતી મેતીયા
Contribute Your Support by Sharing this News: