પુર્વ રાષ્ટ્રપતી પ્રણવ મુખરજીનો કોરોના ટેસ્ટ પોજીટીવ આવતા તેમને 10 ઓગસ્ટથી આર્મી રીસર્ચ એન્ડ રેફરલ હોસ્પીટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.તેમના પુત્ર અભિજીત મુખરજીએ કહ્યુ છે કે, હોસ્પીટલ દ્વારા એવુ જણાયુ છે કે તેમના ફેફસામાં ઈન્ફેક્શન થયુ છે, જેની તેમની તબીયત વધુ બગડી ગઈ છે. અગાઉ તેમણે ટ્વીટ મારફતે માહિતી આપી હતી કે પ્રવણદાની તબીયતમાં સ્થીરતા આવી રહી છે.

આ પણ વાંચો:કોરોના: રેકોર્ડબ્રેક કેસ નોધાંયા એક જ દિવસમાં 60 હજારને વટાવ્યા, કુલ 20 લાખ ને પણ પાર

અભિજીત મુખરજીએ  અગાઉ ટ્વીટ કરી જણાવ્યુ હતુ કે, તેમના પિતા “જલ્દીથી આપણી વચ્ચે પાછા આવશે”, અભિજીત મુખર્જીએ ટ્વિટ કર્યું હતું: “ગઈ કાલે, હું મારા પિતાની પાસે હોસ્પિટલમાં ગયો હતો. ભગવાનની કૃપાથી અને તમારી બધી શુભેચ્છાઓથી, તે પહેલા કરતાં વધુ સારી અને સ્થિરમાં છે, તેના તમામ મહત્વપૂર્ણ પરિમાણો સ્થિર છે અને તે સારવાર મા ધીરે ધીરે સાજા થઈ રહ્યા છે. મારી અને તમારી પ્રાથનાથી એ જલ્દીથી આપણી વચ્ચે પાછો આવશે. આભાર.

આ પણ વાંચો:  અમદાવાદ: ગુજરાત ATS અને મુંબઈના શાર્પ શુટર વચ્ચે જાહેરમાં ફાઈરીંગ

અભીજીત મુખરજી લગભગ રોજે રોજ મુખરજીની તબીયત વિષે ટ્વીટર ઉપર માહીતી આપતા રહેતા હોય છે. પ્રણવ મુખરજી ભારતના 2012 થી 2017 સુધી 13 માં રાષ્ટ્રપતી તરીકે પોતાની સેવા આપી ચુક્યા છે.
Contribute Your Support by Sharing this News: