ગુજરાત રાજ્યમાં કોરોના બેકાબૂ, કુલ કેસ ૨૧,૫૫૪, કુલ મૃત્યુઆંક ૧,૩૪૭એ પહોંચ્યો

ગમ્યું તો આગળ શેર કરો.

રાજ્યમાં છેલ્લા એક મહિનાથી કોરોના બેકાબૂ બની ગયો છે. દરરોજ ૩૦૦થી વધુ કેસ તેમજ ૩૦થી વધુ લોકોના મોત થાય છે. ત્યારે હવે ડિસ્ચાર્જની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. અત્યારસુધીમાં કુલ ૨૧,૫૫૪ કેસમાંથી ૧૪,૭૪૩ દર્દી ડિસ્ચાર્જ થયા છે. ગઈકાલે રાજ્યમાં ૨૪ કલાકમાં ૫૧૦ નવા કેસ તેમજ ૩૪ના મોત નોંધાયા છે, જ્યારે ૩૭૦ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.ગઈકાલે ૨૪ કલાકમાં ક્યાં કેટલા કેસ નોંધાયા રાજ્યમાં નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં ૩૪૩, સુરતમાં ૭૩, વડોદરામાં ૩૫, ભાવનગરમાં ૮, ખેડામાં ૬, રાજકોટમાં ૫, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, આણંદ, સુરેન્દ્રનગરમાં ૪-૪, ગાંધીનગર, કચ્છ, જામનગર, ભરૂચ, જૂનાગઢ, પોરબંદર, મોરબીમાં ૨-૨, પંચમહાલ, પાટણ, છોટાઉદેપુરમાં ૧-૧ અને અન્ય રાજ્યમાં ૩ કેસ નોંધાયા છે.

ગમ્યું તો આગળ શેર કરો.