અમેરિકામાં બુધવારે પણ કોરોનાના નવા કેસો અને મરણાંક વધતા રહ્યા છે. ટેકસાસ અને ઓકલાહોમામાં કેસોની સંખ્યા નવી ઉંચાઈએ પહોંચી છે. બીમારીના ફેલાવા પર નજર રાખી રહેલી જેન હોપકીન્સ યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે દેશમાં 24 કલાકમાં નવા રેકાર્ડ 67,000 કેસો નોંધાયા છે.

ટેકસાસના સતાવાળાઓએ 10,191 નવા કેસો અને 110થી વધુ ખુવારી જાહેર કરી હતી. સતાવાળાઓએ ટિવટ કરી જણાવ્યું હતું કે બન્ને આંકડા નવી ઉંચાઈ છે.
ગવર્નર કેવિન સ્ટીટે પોતાનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાનું જાહેર કર્યું એ ઓકલાહોમામાં સિંગલ ડે રેકોર્ડમાં નવા 1075 કેસ આવ્યા હતા.

અન્ય રાજયોમાં પણ મહામારી ઝડપથી ફેલાઈ રહી છે. ફલોરિડામાં અત્યાર સુધીમાં 302,200 કેસો નોંધાયા છે. કેલિફોર્નિયામાં પણ તાજેતરના સપ્તાહોમાં ઉછાળો જોવા મળતા અધિકારીઓને ફરી લોકડાઉન કરવા ફરજ પડી હતી.

અમેરિકામાં હાલ મરણાંક 1,36,200 છે, પણ આવતા મહીને દોઢ લાખના આંકડાને પાર કરી જશે. મહામારી શરુ થઈ. ભારત અમેરિકામાં 36 લાખ લોકોને કોરોના વળગ્યો છે.